બારડોલી તાલુકાના રામપરા ગામના સરપંચે કરેલ આત્મહત્યા પ્રકરણમાં બારડોલી ગ્રામ્ય પોલીસ મથકે ગામના તલાટી અને ગામમાં વિકાસના કામો કરનાર કોન્ટ્રાકટરના નામના ઉલ્લેખ સાથે અમોતનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો. સરપંચની આત્મહત્યાની ઘટનાને હળપતિ સમાજે વખોડી શરૂયાતથી જ કડક તપાસની માગ સાથે સરપંચ વિજયભાઈને આત્મા હત્યા માટે પ્રિરિત કરનારને કડક સજાની માંગ કરી રહ્યો છે. ત્યારે ઘટનાના 4 દિવસ બાદ હળપતિ સમાજના લોકો મોટી સંખ્યામાં તાલુકા પંચાયત બારડોલીની કચેરીએ પહોંચી પંચાયતની સામાન્ય સભામાં સરપંચ વિજયભાઈની આત્મા હત્યા અંગે નિષ્પક્ષ તપાસ તેમજ જવાબદારોને કડક સજાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રજૂઆત કરી સાથે પોલીસ સમક્ષ પણ રજૂઆત કરી હતી.
બારડોલી તાલુકા પંચાયતમાં ગુરુવારના રોજ મળનારી સામાન્ય સભામાં રામપરાના સરપંચ વિજયભાઈની આત્મા હત્યા બાબતે પંચાયત તરફથી પોલીસને સંપૂર્ણ સહકાર આપવા તેમજ આત્માહત્યા પાછાળ જવાબદારને કડક સજા કરાવવાની હળપતી સમાજ દ્વારા કરવામાં આવતા બારડોલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ બાબતનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ પોલીસ દ્વારા પણ કડક તપાસ કરવામાં આવી રહી છે સાથેજ આ બનાવની તપાસ પણ ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે. ન્યાયની માંગ માટે તાલુકા પંચાયત તેમજ પોલીસ કચેરીએ આવેલ સમાજના આગેવાનોએ વહેલી તકે ન્યાય ન મળે તો આગામી સમયમાં આદિવાસી સમાજ રસ્તા પર ઉતરશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
આત્મહત્યાની તપાસ ડીવાયએસપીને સોંપાઈ
રામપરા ગામના સરપંચ વિજયભાઈ પટેલે ગત 13 તારીખની મોડી રાત્રે આત્માહત્યા કરી લીધી હતી. જે બાબતે પોલીસ ફરિયાદ આપતા મૃતક સરપંચના મોટાભાઇએ તલાટી અને કોન્ટ્રાકટર દ્વારા બિલ ચૂકવવાના દસ્તાવેજો અને બિલો પર સહી કરાવી નાના ઉપાડાવ્યા બાદ કોન્ટ્રાકટર તરફથી વિજયભાઈને માનસિક દબાણ કરવામાં આવતું હતું જેને લઈ વિજયભાઈએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપ કરાયો હતો જે બનાવની તપાસ બારડોલી ગ્રામ્ય પી. એસ. આઈ. ડી. આર. અસાવા કરી રહ્યા હતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ હાલ આ ગુનાની તપાસ બારડોલી ડીવાયએસપીને સોંપવામાં આવી છે.
તપાસમાં કચેરી તરફથી પોલીસને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે
રામપરા સરપંચ વિજયભાઈની આત્મહત્યા પ્રારણમાં હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ તલાટી સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે તેમજ તપાસના કામે પોલીસને જરૂરી તમામ દસ્તાવેજો આપી સંપૂર્ણ સહકાર કચેરી તરફથી આપવામાં આવશે. નિશાંત કુગસિયા ટીડીઓ બારડોલી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.