તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:ડિજિટલાઇઝેશનની કામગીરીમાં સુરત જિલ્લો ભાજપની કારોબારીમાં છવાયો

બારડોલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીની બેઠકમાં સુરત જિલ્લા ભાજપે કરવામાં આવેલી ડીજીટલ કામગીરીની ટોચના નેતાઓએ સરાહના કરી અન્ય જિલ્લાઓને પણ સુરત જિલ્લાને અનુસરવાની સલાહ આપી હતી. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાના મત વિસ્તારમાં થયેલી કામગીરી અંગે રજૂ કરેલા પ્રેજેન્ટેશનને રાષ્ટ્રીય નેતાઓએ પણ બિરદાવ્યું હતું.

કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારી બેઠક યોજાઈ હતી.. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત જ એક એવું રાજ્ય બન્યું છે જેમાં સંગઠનની તમામ કામગીરી પેપરલેશ બની છે. તેમના દ્રારા આ પ્રસંગે 800 જેટલા ટેબ્લેટ ભાજપ સંગઠનના પદાધિકારીઓને વિતરણ કરવામાં આવ્યા હતા. હવે તમામની હાજરી પણ ડિજિટલ ફેસ રેકોગનાઇઝ સિસ્ટમથી પુરવામાં આવશે.

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ 17 સપ્ટેમ્બરના રોજ રાજ્યના 7100 ગામના રામમંદિરોમાં એક જ સમયે સાંજે 7 વાગ્યે આરતી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈના માર્ગદર્શનમાં જિલ્લામાં સરળ સોફ્ટવેરમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ, વિવિધ મોરચાના પદાધિકારીઓના નામની 100 ટકા એન્ટ્રી કરવામાં આવી છે. બીજી તરફ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે તેમના મત વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2200 મકાન મંજુર કરાવી ગૃહ પ્રવેશ કરાવ્યો તેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેને સંગઠન અને રાષ્ટ્રીય નેતાઓએ સરાહના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...