વાલીઓની માગ:સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં બાળકોને સાદા કાગળ પર જ રિઝલ્ટ પકડાવાયું

બારડોલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાદા કાગળ પર અપાયેલું રિઝલ્ટ - Divya Bhaskar
સાદા કાગળ પર અપાયેલું રિઝલ્ટ
  • શિક્ષણ વિભાગે શાળાઓને રિઝલ્ટ શીટ અને સ્ટેશનરી ન મોકલી અને ભોગ બન્યા છાત્રો

સુરત જિલ્લાની 938 પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા પૂરતા પ્રમાણમાં સ્ટેશનરી પૂરી પાડવામાં આવતી ન હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે. ત્યારે હવે ચાલુ વર્ષે વિધ્યાર્થીઓના વાર્ષિક પરિણામ આપવા માટેના પરિણામ પત્રકો જ શિક્ષણ વિભાગે શાળાઓમાં ન મોકલતા શિક્ષકોએ સાદા કાગળ પર પરિણામની પ્રિન્ટ કરાવી વિધ્યાર્થીઓને આપવાની ફરજ પડી હતી.

વિધ્યાર્થીઓના પરિણામ ને સાચવવાનું વાલીઓ માટે મુશ્કેલ બન્યું છે. ત્યારે શિક્ષણ વિભાગ પ્રાથમિક શાળાઓની અન્ય સ્ટેશનરીઓ ન ફાળવે તે ઠીક પરંતુ જરૂરિયાત જાણાય એવી સ્ટેશનરીઓ તો ઉપલબ્ધ કરાવે એવી જિલ્લાના વાલીઓમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...