બારડોલીમાં તાંત્રિક વિધિ કરતાં વિધર્મી યુવકે બાપુ બની મહિલાને મકાન જલ્દી વેચાણ કરવાની વિધિ કરાવવાના બહાને મહિલાની છેડતી કરતાં, ભોગ બનનાર મહિલાએ બારડોલી પોલીસનું સરણું લેતા, બાપુ બનેલા યુવક વિરુદ્ધ છેડતી અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાતા નગરમાં ચકચાર મચી છે.
બારડોલી નગરના તલાવડી સ્મશાનની બાજુમાં આવેલાં રહેણાક વિસ્તારમાં રહેતો સાબિર બાપુ ઉર્ફે સલીમ બાપુ લોકોની સમસ્યાઓ દૂર કરવાનુ જણાવી બાપુ તરીકે વિધિઓ કરતો હતો. ગત 25 ફેબ્રુઆરીના રોજ સાબિર બાપુ પાસે એક મહિલા પોતાનું મકાન વેચાતું ન હોવાથી, મકાન વહેલું વેચાઈ એ માટે વિધિ કરાવવા આવી હતી. ત્યારે આ લંપટ સાબિર બાપુએ મહિલાને પોતાના ઘરના ઉપરના રૂમમાં વિધિના બહાને લઈ જઇ મહિલાની મરજી વિરુદ્ધ મહિલાને શારીરિક અડપલાં કરી મહિલાની છેડતી કરી હતી. મહિલા વારંવાર ના કહેવા છતાં બાપુએ મહિલા સાથે છેડતી કરતાં સમગ્ર ઘટના મહિલાએ પોતાના પતિને જણાવી હતી.
આ લંપટ બાપુએ કરેલ હરકત વિરુદ્ધ બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સાબિર બાપુ વિરુદ્ધ એટ્રોસીટી તેમજ છેડતીનો ગુનો નોંધી આરોપી બાપુની પોલીસે અટકાયત કરી છે.
મહિલાને સાથે રાખી અધિકારીએ ઘટના સ્થળની તપાસ કરી
ફરિયાદ નોંધાવનાર મહિલા સાથે લંપટ બાપુએ જે રૂમમાં છેડતી કરી હતી, તે સ્થળ વિઝિટ એસટી એસસી સેલના નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડયાએ મહિલાને સાથે રાખી તપાસને વેગ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.