બારડોલી નગર તેમજ આસ પાસાના ગામોમાં ઘરના વીજબિલમાં સવલત અપાવવાના નામે સોલર રોફ પેનલ લગાવવાની ખોટી સ્કીમ આપી ગ્રાહકો પાસે રૂપિયા પડાવી પેનલ ન લાગાવી છેતરપિંડી કરવાના બનાવો સામે આવ્યા છે. જેમાં તેન ગામે ઢીમ્મર ફળિયામાં ત્રણ જેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી તો નગરના અન્ય 20 થી વધુ લોકોને પણ આ ફ્રોડ કંપનીએ શિકાર બનાવ્યા છે. બારડોલી સહિત નવસારી તેમજ તાપી જિલ્લાના પણ ઘણા લોકો સાથે ઠગાઇ થઇ છે .
ભોગ બનનારના જણાવ્યા પ્રમાણે સુભમ એન્ટરપ્રાઇઝ બારડોલી દ્વારા અખબારમાં તેમજ સોશિયલ મીડિયા મારફતે રૂફ સોલાર પેનલ લગાવવા માટે લોભામણી જાહેરાતો આપવામાં આવે છે અને ત્યાર બાદ ગ્રાહકો જાહેરાતમાં આપેલ ફોન નંબર પર ચિરાગ જગતાપનો સંપર્ક કરી માહિતી મેળવે છે, ત્યારે માહિતી આપવાના બહાને ભેજાબાજ ચીટર ગ્રાહકના ઘરે જઇ સોલારના લાભો વિષે સમજાવે છે અને ગ્રાહકને સોલાર લગાવવા પર 20 હજાર સુધીનું ડિસ્કાઊંટ પણ આપે છે.
અને જો ગ્રાહક સોલાર પેનલ લગાવવાની તૈયારી બતાવે એટલે તરત બીજે જ દિવસે પેનલ લગાવવા માટેનું સ્ટેન્ડ લઈને ગ્રાહકની છત પર ફિટ કરે છે,અને પછી પેનલ લાવવાના નામે રૂપિયા માંગી રૂપિયા લઈ ફરાર થઈ જતો હોય છે. ત્યારે આ ફ્રોડ કરનારા સામે બારડોલી પોલીસમાં ફરિયાદ પણ આપી હોવાનું જાણવા મળે છે છતાં આ ટોળકી પોલીસ પાકથી હજુ દૂર છે.
તેનના 1 જ ફળિયામાં 3 લોકો સાથે ઠગાઇ
તેન ગામે ઢીમ્મર ફળિયામાં રહેતા ત્રણ પરિવારને ચિરાગ જગતાપે સોલાર પેનલ લાવવા માટે લોભામણી સ્કીમ આપી 1.8 લાખનું રૂફ સોલાર પર 20 હજાર ડિસ્કાઊંટ આપવાનું જણાવતા ત્રણે ગ્રાહકો તૈયાર થયા અને ત્રણે ગ્રાહકોએ 90 હજાર પ્રમાણે કુલ 2.70 લાખ આપી દીધા બાદ 7 માસથી વધુનો સમય વીતવા છતાં આજ દિન સુધી સોલાર પેનાલ લાગી નથી અને રૂપિયા પણ પરત આવ્યા નથી. જુગલભાઈ ઢીમ્મર, ભોગબનારના પુત્ર , તેન
સોલાર પેનલ માટે લોન લઇ પૈસા ચુકવ્યા
બારડોલી ગાંધી રોડ પર આવેલ રામ નગરમાં અમારા ઘરે મારા દાદાએ સોલર પેનલની જાહેરાત જોઈ ફોન કર્યો અને ચિરાગ જગતાપે આવીને સોલાર પેનલને લીધે થતાં ફાયદા અને વીજ બિલની બચત અંગે સમજાવતા દાદાએ લેવા માટે તૈયારી બતાવી અને ચિરાગે રૂપિયા 1.50 લાખનો ખર્ચ જણાવતા દાદાએ બેન્ક માંથી 1 લાખની તાત્કાલિક લોન લીધી અને 50 હજાર રોકડા આપી દીધા જ્કે આજ દિન સુધી સોલાર નથી લગાવ્યું અને અમારી સાથે પણ છેતરપિંડી થઈ છે. મહેશભાઇ પટેલ, ભોગબાનનારના પૌત્ર,બારડોલી રામ નગર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.