પ્રશ્નોની વણઝાર:માંડવી તાલુકા પંચાયતની સભામાં પ્રશ્નોના ઉદ્ધત જવાબ અપાતા માહોલ ગરમાયો

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકા પંચાયતની મળેલી સભામાં પ્રશ્નોનો મારો. - Divya Bhaskar
માંડવી તાલુકા પંચાયતની મળેલી સભામાં પ્રશ્નોનો મારો.
  • સભામાં જળ યોજનાના વિવિધ કામો અંગે સવાલો ઉઠ્યા
  • TDOએ ઉડાઉ જવાબ આપીને​​​​​​​ મારી મશ્કરી કરી ઃ કારોબારી અધ્યક્ષ

માંડવી તાલુકા પંયાયતના સભાખંડમાં બુધવારે ખાસ સામાન્ય સભા મળી હતી. જેમાં એજન્ડાના કામોની ચર્ચા દરમિયાન કારોબારી અધ્યક્ષ દ્વારા ઉઠાવેલા પ્રશ્નોના ટીડીઓ દ્વારા યોગ્ય જવાબ નહિ આપી શકતા, મામલો ગરમાયો હતો. કારોબારી અધ્યક્ષ લાલધૂમ થઇ ગયા હતા, થોડા સમય માટે સભાનો માહોલ ઉગ્ર જોવા મળ્યો હતો.

માંડવી તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા પંચાયતના પ્રમુખ દાનાબહેન વસાવાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તે દરમિયાન કારોબારી અધ્યક્ષ પ્રવીણભાઈ ચૌધરીએ વર્ષ 2020-21 અને 2021-22 સમયગાળા દરમિયાન પાણીના કામો જેવા કે સિન્ટેક્સ ટાંકી, બોરા, સબમર્સીબલ પંપ, પાણીની લાઈન, બોર બીથ હેન્ડપંપ વગેરેની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ કે કેમ તે અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતાં.

વધુ પ્રત ધરાવતાં દૈનિકપત્રોમાં જાહારાતો આપી હતી કે કેમ તે અંગે પ્રશ્નો ઉઠાવતાં ટીડીઓ ડી. જે. વસાવા દ્વારા અપાયેલ જવાબથી કારોબારી અધ્યક્ષ અકળાયા હતા, અને સભામાં માહોલ ગારમાયો હતો. અધિકારીના આવા જવાબની ભાષાને નિંદનીય ગણાવી નારાજગી વ્યક્ત કરી હતી.

એજન્ડાના આ કામો અંગે ચર્ચા થઇ
15મા નાણાપંચમાંથી થયેલા કામો, તથા કોવિડ 19ના રસીકરણની કામગીરી તાલુકામાં 40 જેટલા ગામોમાં થયેલ 100 ટકા તથા એન્ય ગામોમાં 90 ટકાની કામગીરી, ઉપરાંત ગત સભાના કામોના અમલીકરણ, સભ્યોના રજા રિપોર્ટ, સામાજિક ન્યાય સમિતીની સભાની કાર્યવાહીનું વાંચન કરાયું હતું.

કામો અંગે ચર્ચા થઈ હોવાની વાત ખોટી
સામાન્ય સભામાં એટીવીટીના કામો અંગે કોઈ સાથે ચર્ચા થઈ હોવાનું પૂછતાં ઉપપ્રમુખ સાથે વાતો થઈ હોવાનું કહ્યું હતું, પરંતુ એ વાત પણ તદ્દન જુઠ્ઠી છે. અને વધુ પ્રત ધરાવતાં વર્તનમાન પત્રોમાં કામની જાહેરાતો આપી હતી કે કેમ તે અંગે પૂછતાં ટીડીઓએ તમારા ઘરે પણ નોટિશ ચોંટાડીશું એવા ઉદ્ધત જવાબ આપી મારું અપમાન કરી મારી મશ્કરી કરી છે જે નિંદનીય છે. > પ્રવીણ ચૌધરી, કારોબારી અધ્યક્ષ

સભામાં આ પ્રશ્નો પુછવામાં આવ્યા હતા

  • વર્ષ 2020-21 તથા 21-22 થયેલ ટેન્ડરિંગ પ્રક્રિયાની વિગત.
  • સરકારની કઈ કઈ યોજનામાંથી કેટલી રકમની ફાળવણી તથા સ્વભંડોળમાંથી વપરાયેલા રકમ તથા થેયલ કામોની યાદી પ્લાન્ટ એસ્ટિમેન્ટ.
  • 2020-21 તથા 21-22માં થયેલ કામોની ટેન્ડરિંગ પ્રક્રિયામાં પ્રસિદ્ધ થયેલ નિવિદાના વર્તમાન પત્રોની નકલ તથા જાહેરાતની નકલ.
  • ટેન્ડર કોપી માટેની પ્રક્રિયામાં ડ્રાફ્ટ કે રોકડ રકમ હોય તેની રસીદ હોય તો તેની નકલ.
  • વધુ પ્રત ધરાવતાં વર્તમાન પત્રોમાં જાહેરાત આવી કે કેમ અને ન આવી હોય તો તેનું કારણ જણાવો.
અન્ય સમાચારો પણ છે...