જન્મદરમાં ઘટાડો:બારડોલી નગરપાલિકાના ચોપડે કોરોના કાળના વીતેલા 2 વર્ષમાં સરેરાશ કરતાં 900 બાળકો ઓછાં નોંધાયાં

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનામાં બાળકોના જન્મની નોંધણીમાં ઘટાડો થવા પાછળ મુખ્ય કારણ લોકડાઉન હોવાનું તબીબનું મંતવ્ય
  • 2019માં 6107, 2020માં 5199 અને 2021માં 4370 જન્મની નોંધણી
  • કોરોનામાં જિંદગી જોખમમાં ઉપરાંત નોકરી-ધંધા બંધ હોવાથી બાળકોનું પ્લાનિંગ ટાળ્યું હોવાનું જણાવતા તબીબ

કોરોનાનો સમય દરેક માટે ખૂબ ખરાબ રહ્યો છે. આ 2 વર્ષનો સમયમાં બારડોલીમાં મરણાંકમાં તો વધારો થવો સ્વાભાવિક કહી શકાય, પરંતુ જન્મદરમાં ઘણો ઘટાડો આશ્ચર્યજનક કહી શકાય. કોરોના પહેલા વર્ષ 2019માં બારડોલી નગરપાલિકામાં 6107 જન્મની નોંધણી થતી હતી, જે કોરોના સમયમાં વર્ષ 2020માં 5199 અને વર્ષ 2021માં 4370 જન્મની નોંધણી થઈ હતી.

2 વર્ષમાં એવરેજ 900 જેટલો જન્મ નોંધાણીમાં ઘટાડો જોવા મળ્યો છે. કોરોના પહેલા રોજના એવરેજ 16 જન્મની નોંધણી થતી હતી. જે કોરોનામાં બે વર્ષમાં ઘટીને એવરેજ રોજના પહેલાં વર્ષમાં 14 અને બીજા વર્ષમાં 11 જન્મની નોંધણી થઈ હતી. રોજના 2 થી 5 જન્મદરમાં ઘટાડો થયો છે. પાલિકાના જન્મ મરણ વિભાગના કર્મચારીઓ પણ જન્મદરનો ઘટાડો જોઈ આશ્ચર્ય અનુભવી રહ્યા છે. કોરોનાની અસર બાળકોના જન્મદર પર પણ જોવા મળી છે.

3 વર્ષના દરેક મહિનામાં રોજના જન્મની નોંધણીની ટકાવારી

માસ201920202021
જન્મમરણજન્મમરણજન્મમરણ
જાન્યુઆરી15.64315.543.2910.123
ફેબ્રુઆરી14.033.6715.62.929.142.75
માર્ચ12.452.6712.351.7711.512.8
એપ્રિલ17.432.6612.532.369.89.16
મે16.292.2213.321.649.457.43
જૂન15.21.8614.22.539.263.66
જુલાઈ15.322.5112.963.2510.771.96
ઓગષ્ટ17.963.5414.063.7710.772.61
સપ્ટેમ્બર18.23.0615.63.1314.83.63
ઓક્ટોબર18.192.6715.192.8715.353.03
નવેમ્બર20.43.0615.53.2617.22.4
ડિસેમ્બર19.512.7714.643.1913.512.41

3 વર્ષના જન્મ- મરણની નોંધણી અને રોજના એવરેજ ટકાવારી

જન્મવર્ષપુરુષમહિલાકુલરોજના એવરેજ
201931112996610716.73
202026662533519914.24
202122442070437011.82
મરણવર્ષપુરુષમહિલાકુલરોજના એવરેજ
201961739910222.8
202062740910352.83
202181755613733.76

પાલિકામાં જન્મના મહિના મુજબ વર્ષમાં થયેલી નોંધણી

માસ201920202021
જાન્યુઆરી485482314
ફેબ્રુઆરી393437256
માર્ચ386383357
એપ્રિલ523376294
મે505413293
જૂન456426278
જુલાઈ475402334
ઓગષ્ટ557422334
સપ્ટેમ્બર546468444
ઓક્ટોબર564471476
નવેમ્બર612465516
ડિસેમ્બર605454419

2020 અને 2021માં જન્મની નોંધણી ઘટવા પાછળનું મુખ્ય કારણ લોકડાઉન
ગાયનોકોલોજીસ્ટ ડૉ. ગૌતમ વ્યાસના જણાવ્યા મુજબ કોરોનામાં જન્મ નોંધ ઓછી હોવાનું લોકડાઉન મુખ્ય કારણ છે. બારડોલીમાં પ્રસુતિ માટે માંડવી, માંગરોળ, માંડવી, તાપીમાંથી મહિલાઓ આવે છે, જે લોકડાઉનમાં આવવાનું ટાળ્યું હતું. બીજું કારણમાં કોરોનામાં જિંદગી જોખમમાં હતી, વધુમાં ધંધા બંધ હોય ત્યારે બાળકોનું પ્લાનિંગ ટાળ્યું હતું. બાળકો ન હોય એવા દંપતીઓએ પણ ટ્રીટમેન્ટ બંધ કરી હતી.

2021માં 4 મહિનામાં સૌથી વધુ મોત નોંધાયા
​​​​​​​2021માં 4 મહિનામાં મૃત્યુની નોંધમાં વધારે નોંધાયો છે. એપ્રિલમાં 275ના મૃત્યુ નોંધાયું હતું, એવરેજ રોજ 9.16 મોત, મે મહિનામાં 243 મૃત્યુ રોજના એવરેજ 7.43 મૃત્યુ, જૂનમાં 110 મૃત્યુ નોંધાયા હતા. એવરેજ રોજના 3.66 નોંધાયા હતા. સપ્ટેમ્બરમાં 109 મોત નોંધાયા હતા, જે એવરેજ રોજના 3.63 હતા.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...