તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં જાગૃતતાનો અભાવ:અંતિમ 2 માસમાં સુરત જિલ્લામાં માસ્ક નહીં પહેરનારા પાસે 1.81 કરોડ રૂ.નો દંડ વસૂલાયો

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની પહેલી અને બીજી લહેરમાં માસ્ક નહીં પહેરેલા 93,235 લોકોએ 6,24,72,000 દંડ ભર્યો

છેલ્લાં 14 મહિનાથી કોરોના મહામારીથી લોકોની સ્થિતિ બગડી છે. સંક્રમણ કાબૂમાં આવ્યા પછી, ફરી બીજી લહેર શરૂ થઈ છે. જેનું કારણ કોવિડ ગાઈડ લાઈનનું પાલન નહિ કરતા ફરી ગંભીર પરિસ્થિતિ ઉઠી છે. લોકોમાં જાગૃતતાનો હજુય અભાવ છે.

વહીવટીતંત્ર જાગૃતતા માટેના અથાગ પ્રયાસ પછી પણ લોકો નહીં સમજતા, આખર પોલીસ કડક પગલું અખત્યાર કરતા માસ્ક નહિ પહેરનારા કરોડો રૂપિયાનો દંડ ભરી ચુક્યા છે. સુરત જિલ્લામાં 11 પોલીસ સ્ટેશનો અને જિલ્લા ટ્રાફિક પોલીસ મળી કોરોનાની બીજી લહેરમાં તા. 17 માર્ચ 2021થી તા. 27 એપ્રિલ 2021 સુધીમાં 2 માસ જેટલા સમયમાં જ 18,430 લોકોએ માસ્ક નહિ પહેરતા પોલીસે 1000 રૂપિયા પ્રમાણે 1,81,63,000 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં અત્યાર સુધી કુલ 93,235 લોકો માસ્ક નહિ પહેરતા 6,24,72,000 રૂપિયા દંડ ભરી ચૂક્યા છે.

હજુ પણ નહીં જાગીશું તો, દંડનો આંકડો દસ કરોડનો થતા વાર લાગશે નહિ. દંડની રકમથી એવરેજ 5 રૂપિયા માસ્કની કિંમત ગણતરી કરીએ તો, 1.24 કરોડથી વધુ માસ્ક આવી ગયા હોત, દંડ ભરનાર 93 હજાર લોકોમાં એક વ્યક્તિના ભાગે 130થી વધુ માસ્ક આવ્યા હોત. કોરોના મહામારીથી અને દંડથી બચવા માસ્ક હંમેશા પહેરીને સલામત રહીએ.

બીજી લહેરમાં સૌથી વધુ કામરેજમાં 2720 લોકો માસ્ક વગર પકડાયા, સૌથી ઓછાં 142 ઉમરપાડામાં
બીજી લહેરમાં સૌથી વધુ કામરેજ પોલીસમાં 2720 લોકો માસ્ક વગર પકડાતા 27,20,000 રૂપિયા દંડ ભર્યો છે, સૌથી ઓછા ઉમરપાડામાં 142 લોકો પાસે 1,40,000 વસૂલ્યો છે. બંને લહેરમાં સૌથી વધુ કડોદરામાં 10370 લોકો માસ્ક વગર પકડાયા છે. જેના પેટે દંડ 72,43,900 રૂપિયા વસુલયા છે. જ્યારે સૌથી વધુ દંડ કડોદરા પોલીસે 73,29,900 રૂપિયા દંડ માસ્ક નહિ પહેરનાર 10,322 પાસે વસૂલ્યો છે.

17 માર્ચથી 27 એપ્રિલ સુધીમાં થયેલો દંડ

પો.મથકદંડીત વ્યક્તિકુલ દંડ
કામરેજ2,72027,20,000
ઓલપાડ2,61526,15,000
કિમ70607,06,000
કોસંબા1,91318,88,000
માંગરોળ72807,22,000
ઉમરપાડા14201,40,000
માંડવી1,16911,53,000
બારડોલી2,09520,64,000
મહુવા1,24712,28,000
પલસાણા2,10520,88,000
કડોદરા2,01719,87,000
જી.ટ્રાફિક93309,26,000
કુલ18,4301,81,63,000
અન્ય સમાચારો પણ છે...