તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાગૃતિ:કાળીચૌદશમાં ચોરે ને ચૌટે મુકેલું અનાજ એકઠું કરાયું, હવે પશુને ખવડાવાશે

બારડોલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
કાળી ચૌદશની રાત્રે માર્ગો અને ચોરાઓ પરથી અનાજ એકઠું કરી રહેલી ટીમ. - Divya Bhaskar
કાળી ચૌદશની રાત્રે માર્ગો અને ચોરાઓ પરથી અનાજ એકઠું કરી રહેલી ટીમ.

બારડોલી નગરપાલિકાના આરોગ્ય વિભાગ કાળી ચૌદશની રાત્રે નગરના ચારરસ્તા પર ઘરના કકળાટ કાઢવાની માન્યતા મુજબ વસ્તુઓ મુકાતી હોય છે, જે ઉચકવા માટે છોટા હાથી ટેમ્પો ચોકડીઓ પર મુકવામાં આવ્યો છે. જે કાળીચૌૈદશની રાત્રિ દરમિયાન ચારરસ્તાઓ પર અનાજ સહીત મુકેલી વસ્તુ ખરાબ થાય એ પહેલા અેકત્ર કરી હતી. હવે આ ચીજો પશુઓને ખવડાવવામાં આવશે.દિવાળીના તહેવારોમાં કાળી ચૌદસ પર ઘરમાં ચાલતો કકળાટ હંમેશ માટે દૂર થાય, નવુ વર્ષ ખૂબ સારી રીતે પસાર થાય, તેવી આશા સાથે ગામના પાદરે ચોકડી પર ખાટા વડા, પુરી, કોળું સહિતની સામગ્રી મુકવાની લોકો આજે પણ માન્યતા પ્રચલિત છે.

બારડોલી નગરના ચારરસ્તાઓ પર દર કાળીચૌદશની રાત્રે ઘરનો કકળાટ કાઢવાની માન્યતા મુજબ આ વસ્તુઓ મુકાતી હોય છે, જે સવાર સુધીમાં અનાજનો બગાડ થવા સાથે ખરાબ થઈ જતો હોય છે. જેથી બારડોલી પાલિકાના આરોગ્ય વિભાગ આ વખતે અનાજનો બગાડ અને ખરાબ થતો અટકાવવા રાત્રે જ ચોકડીઓ પર વાહનો મૂકી દીધા હતા. જેમ જેમ લોકો ચોકડી પર કકડાટ કાઢવાની માન્યતા મુજબ વિવિધ વિધિ કરી કરી પરત ઘરે ફરતા હતા. તેમ તેમ આરોગ્ય વિભાગની ટીમે આ વસ્તુઓને અેકઠી કરી ટેમ્પોમાં ભરતા ગયા હતા. હવે એકત્ર થયેલું અનાજ અને વિવિધ ખાદ્યપદાર્થો પશુને ખવડાવી દેવામાં આવશે. અને અન્નો બગાડ થતો અટકાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો