કોરોના અપડેટ:જિલ્લામાં દર કલાકે 1 પોઝિટિવ મ‌ળ્યો સામે 3 દર્દી ડિસ્ચાર્જ થયા

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે નવા 23 કેસ સામે 76 ડિસ્ચાર્જ, કોઇ મોત નહી

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણ ધીમેધીમે અંતભણી હોય તેવું લાગી રહ્યું છે. બીજા પિકમાં 400 કેસ આવતાં ત્યારે હાલ ઘટીને માત્ર 23 નોંધાયા છે. તેની સામે 76 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. રાહતની વાતતો એ છે કે આજે એક પણ દર્દીનું મોત નીપજ્યુ નથી. જિલ્લામાં દર કલાકે 1 પોઝિટિવ નોંધાયો જેની સામે 3 નેગેટિવ થયા હતાં.

જિલ્લામાં અત્યાર સુધીમાં 31788 લોકો સંક્રમીત થઈ ચૂક્યા છે.જ્યારે 30573 લોકોએ કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે. આજરોજ એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું નથી. હાલ 740 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. તો બીજી તરફ શુક્રવારે ચોર્યાસી અને ઉમરપાડા તાલુકામાં કોઇ કેસ ન નોંધાતા રાહત અનુભવાઇ છે.

ચોર્યાસી ઉમરપાડામાં ‘0’ કેસ

ચોર્યાસી05393
ઓલપાડ8222
કામરેજ15859
પલસાણા23552
બારડોલી15060
મહુવા72353
માંડવી12180
માંગરોળ33158
ઉંમરપાડા0311
કુલ2331788

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...