તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો આરોગ્ય પ્રત્યે સજાગ:કોરોના કાળમાં લોકો થયા આરોગ્ય પ્રત્યે સજાગ,અન્ય રોગો પર લાગી લગામ

બારડોલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરત જિલ્લામાં મલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા ગંભીર રોગોમાં ભારે ઘટાડો, સ્વાઇન ફ્લૂનો દોઢ વર્ષમાં માત્ર 1 કેસ

કોરોના મહામારીમાં માસ્ક, સેનેટાઇઝિંગ સહિતની સાવધાની રાખતા કોરોનાનું સંક્રમણ અટકાવી શક્યા છે, સાથે સ્વાઇન ફલૂ મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવી ગંભીર બીમારીથી પણ બચી શક્યા છે. કોરોનાએ લોકોને સાવચેતીની ગંભીરતા સમજાવી હતી. દોઢ વર્ષમાં લોકોએ સાવધાની રાખતા અન્ય રોગો બહુ ઓછા થઈ ગયા છે.

સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી વિગતો મુજબ વર્ષ 2020 પહેલાના વર્ષોમાં લોકો મલેરિયા, સ્વાઇન ફલૂ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવી બીમારીથી ગભરાતા હતા. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી કોરોના જેવી ગંભીર બીમારીએ અન્ય સિઝનની બીમારીઓને જાણે ભાગી ગઈ છે. ચારે ગંભીર ગણાતા રોગનું પ્રમાણ ઘટ્યું છે. સુરત જિલ્લામાં જ વર્ષ 2016માં સાદો મલેરિયા 600 અને ઝેરી મલેરિયા 77 જેવા દર્દીઓ નોંધતા હતા, જે દોઢ વર્ષમાં 7 થી 3 દર્દીઓ જોવા મળ્યા છે. એજ રીતે ડેન્ગ્યુ 250થી વધુ દર્દીઓ નોંધતા જે 2020માં 33 અને 2021માં માત્ર 2 દર્દી નોંધાયા છે. વર્ષ 2020માં ચિકનગુનિયા 2 અને સ્વાઇન ફલૂનો 1 કેસ હતો, 2021માં એક પણ કેસ નોંધાયો ન હોવાની જાણકારી છે.

આ 3 સાવચેતીએ શરીરમાં બીજા રોગને જતા અટકાવ્યા

  • માસ્ક માસ્ક પહેરવાથી શ્વાસમાં જેવી કે ખાંસી થાય તો પણ, જંતુ બહાર ફેંકાઈ શકતા ન હોવાથી રોગોનું સંક્રમણ અટક્યું.
  • સોશિયલ ડિસ્ટનસિંગ લોકોના ટોળા નહિ થતા એક બીજામાં શ્વાસનતંત્રથી ફેલાતા ચેપી જંતુઓનું સંક્રમણ થઈ શક્યું નહીં.​​​​​​​
  • ​​​​​​​સેનેટાઇઝિંગ કોરોનામાં લોકો વારંવાર હાથ ધોવા સાથે સેનેટાઈઝરનો ઉપયોગ કરતા હાથમાં રહેતા જંતુઓ ધોવાઈ જતા હતા.
વર્ષ201620172018201920202021
મલેરિયા620616281191457
ઝેરી મલેરિયા7747161423
ડેન્ગ્યુ181133224256332
ચિકનગુનિયા17101320
સ્વાઇન ફલૂ075307410

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...