• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • In The Case Of The Body Of A Girl Found In The River In Bhada Village, The Family Members Were Alleged To Have Been Raped And Killed, A Large Number Of People Gathered And Demanded Justice.

મૃતદેહ મામલે વિવાદ:ભાદા ગામે નદીમાંથી મળેલી યુવતીની લાશ મામલે પરિજનોનો દુષ્કર્મ કરી હત્યા કર્યાનો આક્ષેપ, મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ ન્યાયની માગ કરી

બારડોલી5 દિવસ પહેલા
  • પોલીસ મથક સુધી રેલી કાઢી દીકરીને ન્યાય આપવા માટે માંગણી કરવામાં આવી
  • જો ન્યાય નહિ મળે તો મૃતદેહ નહિ સ્વીકારવા ચીમકી પણ આપવામાં આવી

કામરેજના ભાદા ગામે તાપી નદીમાંથી 4 દિવસ પહેલા યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. 19 વર્ષીય મૃતક યુવતી સાથે દુષ્કર્મ થયાનાં આક્ષેપો સાથે આજે કોળી સમાજના લોકો કામરેજ ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને કામરેજ ગામના પાદરથી લઈ પોલીસ મથક સુધી રેલી કાઢી દીકરીને ન્યાય આપવા માટે માંગણી કરવામાં આવી હતી. સાથે જ જો ન્યાય નહિ મળે તો મૃતદેહ નહિ સ્વીકારવા ચીમકી પણ આપવામાં આવી હતી.

મૃતદેહ નહિ સ્વીકારવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી
ગત 29 જુલાઈના રોજ સુરતનાં ઉતરાણ ખાતે રહેતી 19 વર્ષીય યુવતી અલ્પાબેન ભુપેન્દ્રસિંહ મંડાવીયા ઘરેથી ગુમ થયા હતા. પરિવારજનોએ ઘણી શોધખોળ કરી હતી. છતાં કોઈ ભાળ નહિ મળતા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. તો બીજી તરફ 1 ઓગસ્ટનાં રોજ કામરેજ તાલુકાના ભાદા ગામની સીમમાં એલ.એન.ટી દ્વારા બનાવવામાં આવતા નવા બ્રિજ પાસે તાપી નદીના ઊંડા પાણીમાં અજાણી યુવતીનો ડૂબેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કામરેજ પોલીસે તપાસ શરૂ કરતાં મળેલ મૃતદેહ સુરતની અલ્પાબેનનો હોવાનું સામે આવ્યું હતું. કામરેજ પોલીસ દ્વારા પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે આજરોજ યુવતીના પરિવારજનો તેમજ સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કામરેજ પોલીસ મથક ખાતે હલ્લાબોલ કર્યું હતું. અને રેલી સ્વરૂપે દીકરીને ન્યાય અપાવવાની માંગણી સાથે પોલીસ મથકે પહોંચી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે તેઓની દીકરી સાથે દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરી નાખવામાં આવી છે. અને દીકરીને ન્યાય નહિ મળે તો દીકરીનો મૃતદેહ નહિ સ્વીકારવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

એક વખત પી.એમ કરવામાં આવ્યું પરંતુ પરિવારની માંગ છે માટે ફરી પી.એમ કરાશે : આર.બી.ભાટોલ, પી.આઈ
ગત 1 ઓગસ્ટના રોજ ભાદા ગામની સીમમાં તાપી નદીમાંથી અજાણી યુવતીનો ડૂબેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે તે સમયે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી પી.એમ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. પી.એમમાં પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું સ્પષ્ટ થયું હતું. જોકે બાદમાં યુવતી સુરતની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. અને યુવતીના પરીવારજનોએ દુષ્કર્મ કરી હત્યા કર્યાના આક્ષેપો સાથે ફરિયાદ કરતા આજે ફરી પોલીસ અધિકારીની હાજરીમાં બીજી વખત પી.એમ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...