ભાસ્કર અગ્રેસર:ઉશ્કેર લૂંટ પ્રકરણમાં સ્થાનિક યુવકે જ લૂંટ અંગેની ટીપ આપી હોવાનું ખુલ્યું

માંડવી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કર અગ્રેસર - સ્થાનિકની સામેલગીરીને આશંકાનો અહેવાલમાં સત્યતા સાચી ઠરી

માંડવી તાલુકાના ઉશ્કેર રામકુંડ ગામે બુધવારની મોડી રાત્રીએ ઘૂસેલા ત્રણ બુકાની ધારીઓ પૈકી બેને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લીધા હતાં. જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. વધુમાં આ લૂંટની ઘટનામાં સ્થાનિકોની સંડોવણી હોવાનું દિવ્ય ભાસ્કરે અહેવાલમાં જણાવ્યું હતું. હકીકતમાં પરપ્રાંતીય બુકાનીધારીને ટીપ આપનાર સ્થાનિક યુવાનને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. ત્રણેના રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉશ્કેર સુનિલભાઈ શર્માના ઘરે મધ્યરાત્રીએ ત્રાટકેલા 2 લૂંટારુઓને પોલીસે ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે આ લૂંટમાં ગામના સ્થાનિક યુવકની સંડોવણી હોવાનું પોલીસને જાણ થઈ હતી. મોબાઈલ સર્વેક્ષણની ટીમ સ્થળના મોબાઈલ લોકેશન ચેક કરતા આ સ્થાનિક યુવક સુરેશ ઉર્ફે સુનિલ હસમુખ વસાવાનું પણ લોકેશન આજુ બાજુ બતાવ્યું હોવાથી પોલીસે પહેલા જ પકડી પૂછતાછ કરી હતી જેમાં લૂંટની ટીપ આ સ્થાનિક યુવકે જ આપી હોવાનું ખુલ્યું હતું.

લૂંટની મોટી ઘટનામાં સુરત જિલ્લા પોલીસે આખું કોયડું બીજા જ દિવસે ઉકેલતા મોટી સફળતા મળી હતી. લૂંટ કરનાર ત્રણ આરોપીઓ પૈકી વિજય તુલસીરામ ચોહાણ (43) (ધંધો, કડિયાકામ, રહે. યેવેગામ, બાવીડેમ રોડ, તા. સંબરનાથ, જિ. થાને) તથા રોહિતદાસ સહદેવ ગોળે (33) (રહે. ગોદીવાળી ગામ, તા. વાઈ, જિ. સતારા)ને ઝડપી લાધા હતાં. જ્યારે સચીન દેવરામ ચૌહાણ (રહે. ધૂલિયા) ભાગી જવામાં સફળ રહ્યો હતો. જેન પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે લુટારુઓ પાસેથી લૂંટી ગયેલા રોકડ અને સોનાના દાગીના સહિત 1,00,56424 રૂપિયાનો મુદ્દામાલ રિકાવર પણ કર્યો છે.

આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
મુખ્ય સુત્રધાર સુરેશ ઉર્ફે સુનિલ હસમુખ વસાવા, (રહે. ઉશ્કેર (રામકુંડ) , ) બારડોલી પોલીસ સ્ટેશનમાં કાર ચોરીના ગુનામાં સને 2022માં લાજપોર જેલમાં હતો. જેલમાં આરોપી વિજય ચૌહાણ જે વલસાડ જિલ્લાના 2 ગુના અને મહારાષ્ટ્રમાં 2 ગુના નોંધાયા ચક્યા છે. ઘરફોડ ચોરીના ગુનામાં જેલમાં હોય, બંને વચ્ચે લાજપોર જેલમાં મિત્રતા થઈ હતી. બંને જેલમાંથી છૂટ્યા બાદ મળતા અને મોટી લૂંટ કરવાનું નક્કી કર્યું . સુરેશ વસાવાને લૂંટના ભોગ બનનારની આર્થિક સ્થિતિ સારી અને એકલા રહેતા હોવાની જાણ હોય.

જેથી આઠેક દિવસ અગાઉ વિજય ચૌહાણને મુંબઈથી બોલાવી લૂંટ કરવા ટીપ આપી હતી, ત્યારબાદ રેકી કરી હતી. સાગરીત રોહિતદાર ગોળે જેના વિરૂદ્ધ પણ મહારાષ્ટ્રમાં 2 ગુના નોંધાયા છે. અને સીચન દેવરામ ચૌહાણને બોલાવી ટીપ્પર સુરેશ વસાવા સાથે લૂંટની ઘટનાનો અંજામ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...