તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:પૈસાની લેતીદેતીમાં એક પક્ષે છેડતી તો બીજાએ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીમાં સામસામી ફરિયાદ થતાં મામલો પેચીદો

બારડોલી પોલીસ સ્ટેશને પૈસાની લેતી દેતીમાં પ્રતિકભાઈ પરમારને ત્રણ ઇસમોએ કારમાં ઉઠાવી માર મારી જાતિ વિષયક ગાળો આપતા ત્રણે ઇસમો વિરુદ્ધ અટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી હતી, જે ગુનાના આરોપી અમિત રબારીના પત્નીએ પ્રતિક પરમાર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવતાં મામલો પેચીદો બન્યો છે.પોલીસના જણાવ્યા મુજબ બારડોલી સ્વસ્તિક નગર રેસિડેન્સીમાં રહેતા અમિતભાઈ રબારીના પત્ની મૈત્રીબેન અમિતભાઈ રબારી એ પ્રતિક પરમારે તેમની છેડતી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ 20 તારીખનાં રોજ રાત્રિ સાડા અગિયાર વાગ્યાના સુમારે તેઓ પતિ અમિત સાથે સૂતા હતા. ત્યારે મૈત્રીબેનના દિયર અજયભાઇનો ફોન પતિ અમિત પર આવ્યો હતો અને જણાવ્યુ કે નીચે આવો જેથી મૈત્રીબેન અને અમિત ઘર નીચે ગયા હતા અને ત્યાં દિયર અજયભાઇ તેનો મિત્ર પ્રતિક, કમલેશભાઈ પુરોહિત તથા શાલીન દરબાર હાજર હતા. અજય અને પ્રતિક વચ્ચે ઝપાઝપી થતી હતી. જેથી પતિ અમિત રબારીએ વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા. પ્રતિક નશાની હાલતમાં હતો.

અમિત રબારીને નાલાયક ગાળો આપી મૈત્રી તરફ ખરાબ નજરે જોતો હતો, જેથી મૈત્રી જણાવ્યુ હતું કે મારા તરફ કેમ ખરાબ નજરે જોય છે. બાદમાં પ્રતિકે મૈત્રીને પકડી લેતા તેણે બૂમાબૂમ કરી હતી અને પ્રતિક ગાળો બોલી રહ્યો હતો. જેથી અમિત રબારીએ પ્રતિકના મિત્રને ફોન કરી ઘરે લઈ જવા જણાવ્યુ હતું. બાદમાં મૈત્રી પ્રતિક પરમાર વિરુદ્ધ છેડતીની ફરિયાદ બારડોલી પોલીસ મથકે નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...