માંડવી તાલુકાના તડકેશ્વર ગામે ગૌરક્ષક ચિરાગ પુજારીને મળેલી બાતમી આધારે ગૌવંશને કતલખાને લઈ જવા ટેમ્પોમાં ભરવામાં આવી રહ્યાં છે. જે અંગે માંડવી પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફ તથા ગૌરક્ષકોની ટીમ ઘટના સ્થળે પહોંચતાં આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. પરંતુ સ્થળ પર ક્રુરતા પૂર્વક બાંધેલા ગૌવંશને મુક્ત કરી થારોલી પાંજરાપોળમાં મોકલી અપાયા હતાં.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર માંડવી પોલીસ સાથે ગૌરક્ષક ચિરાગ પુજારી, ભરત વૈષ્ણવ (નવી પારડી) કૈલાશભાઈ પુરોહિત (માંડવી), ચિંતન રબારી (માંડવી) તથા પોલીસને અલગ અલગ ટીમ બનાવી બાતમી વાળી જગ્યા તડકેશ્વર (કુંભારવાડ ફળિયું) પહોંચતાં ટેમ્પો (GJ-05AV-2708)માં એક ગાયને ક્રુર રીતે બાંધી હતી.
જ્યારે અન્ય ગૌવંશને ભરવા માટે જમીન પર 8 ગાયો તથા 6 વાછરડા ક્રુરરીતે બાંધેલા હતાં. પોલીસ તથા ગૌરક્ષકોએ દોરડા કાપી નાંખી તમામ ગૌવંશને મુક્ત કરી જરૂરી કાર્યવાહી સાથે તમામ ગૌવંશને થારોલી (કામરેજ) પાંજરાપોળમાં મોકલ્યા હતાં. જ્યારે ફરાર ઝાકીર હનીફ અલ્લી (તડકેશ્વર) મહંમદ આદમ વાલીયા (તડકેશ્વર) તથા ટેમ્પા ચાલક સરફરાજ મુલતાનીને વોન્ટેડ જાહેર કર્યા હતાં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.