ગુનાહિત ઇતિહાસ ધરાવતાં શખ્સો ઝબ્બે:સુરતમાં પોલીસે લૂંટ અને ચોરીના ગુનાના આરોપીઓને ઝડપ્યા; કુલ રૂ. 65 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાના કોસંબા પોલીસે લૂંટ અને ચોરીના ગુનાના આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી કુલ રુ. 65 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતાં હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે 3 જેટલા આરોપીઓને ઝડપ્યા
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ કોસંબા પોલીસ મથકમાં બે ગુનાં દાખલ થયા હતા. જેમાં રોકડ તેમજ મોબાઇલ ફોનની લૂંટ કરી ઝૂંટવીને અજાણ્યા ઈસમો ભાગી ગયા હતા. જે મામલે આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોસંબા પોલીસને બાતમી મળતાં પોલીસે 3 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

કુલ રુ. 65 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે
આરોપી સૂફીયાન અયુબ વરાછીયા, અભય ઉર્ફે અભી નટવર ગોમાન પરમાર તેમજ નિતેષ ઉર્ફે બોડીગાર્ડ સતીશ પારસિંગ વસાવાને ઝડપી પાડ્યા હતા. તમામ પાસેથી લૂંટના રોકડ, મોબાઇલ ફોન અને ગુનામાં વપરાયેલ એક્ટિવા ગાડી મળી કુલ રુ. 65 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. સૂફીયાન વિરુદ્ધ-8 , અભય પરમાર વિરુદ્ધ-3 અને રાહુલ વસાવા વિરુદ્ધ-2 ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયેલા હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...