ચોર પોલીસ સકંજામાં:સુરતમાં LCB પોલીસે રીઢા મોબાઇલ ચોરને ઝડપી પાડ્યો; ચોરીના 10 મોબાઇલ કબજે કરવામાં આવ્યા

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાત્રીના સમયે હાઇવે ઉપર પાર્ક કરેલા વાહનોમાંથી મોબાઇલ ફોનોની ચોરી કરતા એક રીઢા આરોપીને સુરત જિલ્લા એલ.સી.બીએ ઝડપી પાડ્યો છે. જિલ્લાના 3 પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે. જેની પાસેથી પોલીસે 10 જેટલા ચોરીના મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે.

પોલીસે આરોપી પાસેથી 10 જેટલા ચોરીનાં મોબાઇલ કબજે કર્યા
સુરત જિલ્લા એલ.સી.બી પોલીસ મથકના એ.એસ.આઈ અરવિંદ બુધિયા તથા અ.હે.કો. રાજદીપ મનુનાઓને બાતમી મળી હતી કે, કામરેજના ટાઉનશિપમાં રહેતા આશિષ રાઠોડ ઉર્ફે વિનય યાદવનાઓ ચોરીના મોબાઇલ ફોન એક થેલીમાં રાખી વેચવા માટે નીકળેલા છે. જેઓ કામરેજથી કડોદરા તરફ જવાના માર્ગ પર ઉદ્યોગનગર ઓવરબ્રિજ નીચે સ્પલેન્ડર મોટર સાયકલ પર ઉભેલો છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી હતી અને રાત્રી દરમિયાન હાઇવે પર પાર્ક કરેલ વાહનોમાંથી મોબાઇલ ફોન ચોરી કરનાર રીઢા મોબાઇલ ચોર આરોપી આશિષની અટકાયત કરી હતી. પોલીસે આરોપી પાસેથી 10 જેટલા ચોરીનાં મોબાઇલ કબજે કર્યા છે. આરોપીનાં વિરુદ્ધમાં કામરેજ, પલસાણા તેમજ કડોદરા પોલીસ મથકે ગુનો દાખલ થયેલો છે.

અન્ય સમાચારો પણ છે...