સરપંચના તાજનો મંગળવારે ફેંસલો:સુરત જિલ્લાની 407 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 66.50 ટકાથી વધુ મતદાન,​​​​​​​ચોરે અને ચૌકે એક જ પંચાયત, કોનું મંગળ થશે?

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં 79.67 % અને સૌથી ઓછું માંગરોળ તાલુકામાં 53.46% મતદાન, ગત ચૂંટણી કરતા મતદાન વધવાની શક્યતા

રવિવારે સુરત જિલ્લામાં 9 તાલુકાની 407 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 66.50 ટકા મતદાન થયુ હતું. ગત વર્ષની સરખામણીમાં મતદાન એક ટકાથી વધુ મતદાન વધી શકે. ગત વર્ષે 70 ટકાથી વધુ મતદાન થયું હતું. જ્યારે હાલની ચૂંટણીનો એક કલાકનું મતદાન મોડી રાત્રી સુધી ઘણા મતદાન મથકો પર ચાલતા છેલ્લો આંકડો બાકી હોવાથી ટકાવારી વધવાની આશા સેવાઈ હતી.

જિલ્લાની 391 સરપંચની બેઠક માટે 1161 ઉમેદવારો અને 2539 સભ્યોની બેઠક માટે 6181 ઉમેદવારો માટે 949 મતદાન મથક પર 1915 મતપેટીમાં મતદાન કરવામાં આવ્યું હતું. મંગળવારે આગામી 5 વર્ષ માટે ઉમેદવારોના ભાવિ બંધ પેટીમાંથી ખુલશે. ચૂંટણી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે નાના મોટા છમકલાં સિવાય શાંતિ પૂર્ણ માહિલમાં પૂર્ણ થઈ હતી. જિલ્લામાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં મતદાન, જ્યારે સૌથી ઓછું માંગરોળ તાલુકાની ગ્રામપંચાયતોનું મતદાન 5 વાગ્યા સુધીનું નોંધાયું હતું.

સુરત જિલ્લામાં રવિવારે સવાર 7 વાગ્યાથી સ્થાનિક સ્વરાજ ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ થયું હતું. સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવાની સમય હોય, બેલેટ પેપરથી ચૂંટણી હોય, વધુમાં કોરોનાને કારણે મતદારોની સાવચેતી માટે તાપમાન, ગ્લોઝ, માસ્ક સહિતની કામગીરી થતા 6 વાગે પણ લાંબી લાઈનો મોટા ભાગના મતદાર મથકો પર રહેતા, ગેટ બંધ કરી મોડી રાત્રી સુધી મતદાન કરવાની કામગીરી ચાલી હતી. પરિણામે જિલ્લામાં 9 તાલુકામાં છેલ્લા 1 કલાકના આંકડા મોડી રાત્રી સુધી મળી શક્યા ન હતા.

જોકે ગત વર્ષ 2016ની ગ્રામપંચાયતની ચૂંટણીની સરખામણીમાં ટકાવારી વધી શકે. 5 વાગ્યા સુધીમાં જ જિલ્લાના કુલ મહિલા અને પુરુષ મતદારો 7,99,349માંથી 5,31,592 મતદારોએ મતદાન કરતાં 66.50 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે ગત વર્ષ દરમિયાન 71 ટકા જેટલું મતદાન થયું હોવાથી તાજેતરની ચૂંટણીમાં છેલ્લા 1 કલાકમાં મતદાન માટે કતારમાં ઉભેલા મતદારોની સંખ્યા જોતા એવરેજ છથી સાત ટકા વધારો થવા અંગે આશા વ્યક્ત કરવામાં આવી હતી. જિલ્લામાં નાની ઘટનાઓને બાદ કરતાં એવરેજ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થઈ હતી.
લોકશાહી તરી ગઈ : પાણીથી ધેરાયેલા ગોરસાના મતદારો હોડીમાં મતદાન કરવા આવ્યા
કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રૂપ ગ્રામ પંચાયતમા સમાવેશ અને તાપી નદીના કિનારે વસેલું 200 થી વધુ વસ્તી ધરાવતું જુના ગોરાસા ગામના સિમમા આવેલ નદીમા ઉકાઈ જળાશયનું પાણી ભરાય જતા ગામના આશરે 60 થી 70 જેટલાં મતદારો હોળીના સહારે કિનારે સુધી પોહચ્યા અને ત્યાંથી વાહનોઓમા બેસીને મતદાન મથક સુધી જઈને મતદાન કર્યું હતું. ગોરસા ગામની સિમમા આવેલ નદીમા ઉકાઈ જળાશયમા પાણી ભરાય જવાથી આ રસ્તો પણ 6થી7 મહિના સુધી બંધ થઇ જાય છે.

મહિલાની ટકાવારી વધુ

તાલુકાપુરુષમહિલા
બારડોલી66.1666.14
કામરેજ64.0660.45
પલસાણા65.4867.63
ઓલપાડ70.2572.66
માંડવી64.9365.92
માંગરોળ53.2953.64
મહુવા72.1672.93
ઉમરપાડા79.8379.67
ચોર્યાસી72.7774.39
કુલ.66.1466.87

2021ની ચૂંટણીનું મતદાન

તાલુકામતદારોમતદાનટકા
બારડોલી929725778162.15
કામરેજ1182207488163.28
પલસાણા595853962066.49
ઓલપાડ1146248187071.42
માંડવી1177817707165.44
માંગરોળ997545332853.64
મહુવા969287032172.55
ઉમરપાડા590634705679.67
ચોર્યાસી611534732277.38
કુલ.79934953159266.5

​​​​​​​

2016ની ચૂંટણીના આંકડા

તાલુકામતદારોમતદાનટકા
બારડોલી754485544173.48
કામરેજ1060077737372.99
પલસાણા604514608576.24
ઓલપાડ996001473766
માંડવી1156329865085.31
માંગરોળ934087325378.42
મહુવા922147702683.53
ઉમરપાડા542044797088.5
ચોર્યાસી611534732277.38
કુલ.75811753785670.5

​​​​​​​આ વખતે સુરત જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં 66.50 ટકા મતદાન થયુ હતું. જ્યારે ગત 2016ની ચૂંટણીનું ફાઇનલ મતદાન 70.50 ટકા હતું. પરંતુ આ વખતે સુરત જિલ્લાના અનેક બુથો પર મોડે સુધી મતદાન ચાલતું રહ્યું હતું. જેને લઇ આ ચૂંટણીમાં થયેલા મતદાનના ફાઇનલ ફિગરમાં વધારો થશે. જેને લઇ આ વખતેનું મતદાન ગત ચૂંટણીને ઓવરટેક કરે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...