કોરોનાની અસર પરિણામ પર:સુરત જિલ્લામાં ધોરણ 12 સાયન્સનું પરિણામ 77.53 ટકા, 42ને A-1 ગ્રેડ

બારડોલી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ધ્યાની અંકુર શાહ - પાટીલ મનીષ - Divya Bhaskar
ધ્યાની અંકુર શાહ - પાટીલ મનીષ
 • ઓનલાઈન ક્લાસીસને કારણે ટકા ઓછા આવ્યાનો અનેક વિદ્યાર્થીઓનો દાવો
 • બારડોલી નગરમાં એક પણ વિદ્યાર્થીને A1 ગ્રેડ ન મળ્યો, બારડોલી કેન્દ્રનું પરિણામ 65.94 ટકા
 • ટોપર્સે​​​​​​​ કહ્યું જો ઓફલાઇન ભણ્યા હોત રિઝલ્ટ વધુ સારૂં હોત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2022માં લેવાયેલ ધોરણ 12ની પરીક્ષાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગુરુવારે જાહેર કરાયુ હતુ.

સુરત જિલ્લામાં કુલ 12145 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જે પૈકી 9416 વિદ્યાર્થી ઉત્તીર્ણ થતા જિલ્લાનું પરિણામ 77.53 ટકા રહ્યું હતું. જ્યારે જિલ્લામાં કુલ 42 A1- ગ્રેડમાં મેળવવામાં સફળ રહ્યા છે. ગત વર્ષે કોરોનાકાળ દરમિયાન શિક્ષણ કાર્યને માઠી અસર પહોંચી હતી. બીજી તરફ બારડોલી કેન્દ્ર 65.94 ટકા પરિણામ આવ્યું હતું.ામદોત હાઈસ્કૂલનું પરિણામ 76.78 ટકા આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમે પાટીલ મનિષ ભીખાભાઈ બી ગ્રુપ A2, બીજા ક્રમે ત્રિવેદી ચિંતન ગિરીશકુમાર એ ગ્રુપ – B1, ત્રીજાક્રમે રાઠોડ મીત નટવરલાલ બી ગ્રુપ- B1 ગ્રેડ આવ્યો હતો.

બીએબીએસ હાઈસ્કૂલનું 49 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં પ્રથમક્રમે શાહ ધ્યાની અંકુરકુમાર બી ગ્રુપ A2 ગ્રેડ, શાહ દિયા કેવિનકુમાર બીગ્રુપ A2 અને ત્રીજા ક્રમે ચૌધરી જય સુજિતકુમાર બી ગ્રુપ B1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. બારડોલી સ્થિત જે. એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલનુ પરિણામ 68 ટકા આવ્યું હતું. જેમાં પ્રથમક્રમે કટારિયા ઈશિકા નરેન્દ્રભાઈ બીગ્રુપ A2, બીજાક્રમે કુશ્વાહ સરસ્વતીબહેન સુજિતભાઈ બીગ્રુપ A2, ત્રીજાક્રમે ભંડારી ઝીલ શૈલેશભાઈ એ ગ્રુપ B1, જે. એમ. પટેલ ધોરણ 12 અંગ્રેજી માધ્યમનું પરિણામ 80 ટકા પ્રાપ્ત થયેલ છે. જેમા પ્રથમક્રમે મનન એસ. જૈન B1, બીજાક્રમે રીતેશકુમાર પાટીલ C1 અને ત્રીજાક્રમે રીટીકા જી. ધારિયાએ C1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.

બારડોલીની સેંસેરિતે સ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમા 41 વિદ્યાર્થીઓ પરિક્ષા માટે બેઠા હતાં. જેમાં 32 વિદ્યાર્થી પાસ થયા હતા. શાળાનું પરિણામ 78.04 ટકા આવ્યું હતું. જેમાં પ્રથમક્રમે લાલાણી હાર્દીક નંદલાલ A2 ગ્રેડ સાથે પ્રથમ ક્રમે રહ્યો હતો.

77.34 ટકા સાથે કામરેજ કેન્દ્ર જિલ્લામાં સૌથી આગળ

 • A1 42
 • A2 636
 • B1 1468
 • B2 1930
 • C1 2389
 • C2 2376
 • D 577
 • E1 04

કેન્દ્ર મુજબ પરિણામ

 • બારડોલી 65.94%
 • કામરેજ 77.34%
 • કીમ 74.78%
 • માંડવી 53.02%
 • વાંકલ 57.50%

સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો જ નથી
બીએબીએસ હાઈસ્કૂલમાં ધોરણ 12 સાયન્સની પરિક્ષામાં ઉત્તીર્ણ થયેલ ધ્યાની અંકુર શાહે 91.4 ટકા સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. ધ્યાનીના મતે ધો.12માં દરરોજ 8થી 10 કલાક વાંચન કરવું જરૂરી છે. ધોરણ 11માં ઓનલાઈન ક્લાસની અસર ધોરણ 12ના ભણતર પર પડી હોવાનું જણાવ્યું હતું. રેગ્યુલર શાળા ચાલુ હોત તેના વધુ ટકા આવવાની શક્યતા વ્યક્ત કરી હતી.મોબાઈલનો ઉપયોગ નહિવત શાળાની માહિતી પૂરતો અને સોશિયલ મીડિયાનો તો ઉપયોગ જ નથી કર્યો.

રોજ 10 કલાકથી વધુ વાંચને સફળતા અપાવી
બારડોલીના ક્રિષ્ના નગરમા રહેતો અને વામદોત હાઈસ્કૂલમાં ભણતો પાટીલ મનીષ ભાખાભાઈએ 12 સાયન્સમાં 87 ટકા મેળવી શાળામાં પ્રથમ રહ્યો હતો. તેના મતે કોરોનાકાળમાં શાળા બંધ હતી જેથી ધોરણ 11 ઓન લાઈન અભ્યાસ કર્યો હતો જેની અસર ધોરણ 12ના પરિણામ પર આવી છે. જો શાળા ચાલુ હશે તો 90 ટકા આવવાની શક્યા વ્યક્ત કરી હતી. મનીષ રોજ 10થી વધુ અભ્યાસ કરતો હતો. મનીષના જણાવ્યા અનુસાર મારા માતા પિતા અને શાળા પરિવાર તરફથી મળેલા અમૂલ્ય સહકારને કારણે જ આજે આ સફળતા મળી શકી છે.

અન્ય સમાચારો પણ છે...