કોરોના કહેર:સુરત જિલ્લામાં કોરોનાનો આંક 100ને પાર કામરેજમાં 2 અને માંગરોળમાં 1 નવો કેસ

નવાગામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાસોદરામાં શાકભાજી વેચતા આધેડ અને કોસમાડાની આંબાવાડીમાં રહેતી મહિલાને ચેપ

સુરત જિલ્લામાં કોરોના કેર ધીરેધીરે વધી રહ્યો છે. 9 તાલુકામાં કોરોના દર્દીની સંખ્યા 100 પર પહોંચી છે. શુક્રવારે કામરેજ તાલુકામાં 2 અને માંગરોળ તાલુકામાં 1 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 2ના મોત થયા છે.   

ખાનગી ડોક્ટરે ભીખીબહેનને સુરત સિવિલમાં કોરોના સેમ્પલ લેવામા આવ્યું હતું

મુળ પુણા  કુંભારિયા ગામ ની વતની ભીખીબહેન મણીભાઇ રાઠોડ (50) કોસમાડા ગામે ધનુબેનની આંબાવાડીની દેખરેખ રાખવા માટે પરીવાર સાથે રહે છે. ધુમ્રપાનની ટેવ ધરાવતા ભીખીબેનને દમની બિમારી હોય શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતા કુંભારીયાના ખાનગી દવાખાનામાંથી તા.17મી મેના રોજ  દવા લાવ્યા હતાં. પરંતુ તકલીફ ચાલુ રહેતા ફરી 27મીના રોજ ના કુભારિયા દવા લેવા ગયા હતા. ત્યારે ખાનગી ડોક્ટરે ભીખીબહેનને સુરત સિવિલમાં કોરોના સેમ્પલ લેવામા આવ્યું હતું. જેનો રીપોર્ટ પોઝીટીવ આવતા હાલ સિવિલની કોવિડ હોસૅપિટલમાં સારવાર ચાલી રહી છે. વલણ આરોગ્યની ટીમ દ્વારા ભીખીબહેનનાં પરિવારના 4 તથા વાડીમાં રહેતા બીજા માણસોનાં સેમ્પલો લેવામાં આવ્યા છે. જે તમામના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રે હાશકારો લીધો છે. જોકે તમામને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

કામરેજ તાલુકાના પાસોદરા ગામે ઓમ ટાઉનશીપનાં વિભાગ 3ની  બિલ્ડીંગ નં A 104 ના ઘર નં G1માં રહેતા વિઠ્ઠલભાઇ ટપુભાઇ ચાવડા (58) પોતાનાં ઘરનાં આંગણામાં શાકભાજી વેચવાનો ધંધો કરતા હોય. શરદી ખાંસી તાવની તકલીફ થતા વરાછાનાં ખાનગી ડોકટર પાસેથી બે દિવસ પહેલા દવા લીધી હતી. જેનાથી ઠીક ન થતા ફરીથી 28-5-2020ના રોજ દવા લેવા જતાં ત્યાંથી સુરત સિવિલમાં મોકલવામાં આવ્યા હતા. જયાં કોરોનાના સેમ્પલ  લઇ ઘરે પાસોદરા મોકલવામાં આવ્યા હતાં. જેમનો રીપોર્ટ તા.29મીના રોજ પોઝીટીવ આવતા કઠોદરા આરોગ્યની ટીમ પાસોદરા વિઠ્ઠલભાઇના ઘરે જઇ 108 દ્વારા સુરત સિવિલમાં કોરોનાની સારવાર માટે દાખલકરવામાં આવયા હતા. વિઠઠલભાઇનાં પરિવારના પાંચ સભ્યો સહિત ઓમ ટાઉનશીપનાં 76 બિલ્ડીંગોનાં રહીશોને 21 દિવસ માટે હોમ કોરોન્ટાઇન કરાયા હોવાની વિગત જાણવા મળી છે. સરકારી તંત્ર દ્વારા શાકભાજીના ધંધો કરનારાઓને સુપર સ્પેડરની કેટેગરીમાં મુકવામાં આવેલા હોય કામરેજ તાલુકા માટે ખતરાની ઘંટી વાગી ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...