ચિંતાજનક રફતાર:સુરત જિલ્લામાં કોરોના 30000ને પાર, 10 હજાર માત્ર 32 દિવસમાં આવ્યા

બારડોલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં 24મી માર્ચ 2020ના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. જેના 220 દિવસ બાદ એટલે 30મી ઓક્ટોબર 2020ના રોજ કોરોના કેસ 10 હજારને પાર થયા હતાં. જે બાદ કોરોનાને 20 હજાર સુધી પહોંચતા 170 થયા હતાં. અને 19 એપ્રિલ 2021ના રોજ કોરોના સંક્રમીતોની સંખ્યા 20048 થઈ હતી.

પરંતુ કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ રોકેટ ગતિ વધતા ત્રીજા 10 હજાર કેસ માત્ર 32 દિવસમાં જ થઈ ગયા હતાં. જેને લઇ 21મે 2021ના રોજ કોરોના સંક્રમીતોની સંખ્યા 30હજારને પાર કરીને 30108 થઈ છે. કોરોના સંક્રમણની રોકેટ ગતિએ આગળ વધી રહી છે. આ દરમિયાન પહેલા 10 સંક્રમીતોમાં 277 લોકોના મોત નીપજ્યા હતાં. જ્યારે બીજા 10 હજારમાં 31 લોકોના મોત નીપજ્યા હતાં. અને ત્રીજા 10 હજારમાં 123 લોકોએ જીવ ગૂમાવ્યો છે. હાલ કોરોનાના કેસમાં ઘટાડો દેખાઇ રહ્યો છે. પરંતુ સ્થિતિ જિલ્લામાં હજુ પણ ગંભીર કહી શકાય. જેથી કોરોનાને ડામવા માટે હજી પણ સાવચેતી જરૂરી છે. હજુ પણ લોકોએ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે.

જિલ્લામાં શુક્રવારે કોરોનાના નવા 171 કેસ સાથે વધુ 3 દર્દીના મોત
જિલ્લામાં શુક્રવારના રોજ કોરોના સંક્રમીતોની સંખ્યા 171 રહી હતી. જેની સામે 255 લોકોએ કોરોનાને માત આપી હતી અને 3 લોકોના કોરોનાને કારણે મોત નીપજ્યા છે. સુરત જિલ્લામાં કોરોના સંક્રમીતોની સંખ્યા ઘટવાનું નામ લેતી નથી. છેલ્લા 24 કલાકમાં 171 લોકો સંક્રમીત થયા હતાં. જેની સાથે જિલ્લામાં કોરોનાએ 30 હજારનો આંકડો પાર કરીને 30108 પર પહોંચ્યો છે. જ્યારે આજરોજ બારડોલીના વાંકાનેરની 70 વર્ષીય મહિલા, કીમની 70 વર્ષીય મહિલા અને માંડવીનો 34 વર્ષીય યુવકે કોરોનાને કારણે જીવ ગૂમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 255 લોકોએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધીમાં કુલ 27645 લોકોએ કોરોનાને માત આપી ચૂક્યા છે. હાલ સુરત જિલ્લામાં 2032 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.

તાલુકોઆજેકુલ
ચોર્યાસી105001
ઓલપાડ323892
કામરેજ265676
પલસાણા53409
બારડોલી274781
મહુવા271996
માંડવી172038
માંગરોળ253011
ઉંમરપાડા2304
કુલ17130108

શુક્રવારે માત્ર 383ને વેક્સિન મળી​​​​​​​

કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સરકાર વેક્સિનેશન જ એક માત્ર ઉપાય હોવાનું જણાવી વધુમાં વધુ વેક્સિનેશન પર જોર આપી રહી છે. જિલ્લામાં વેક્સિનેશનના આંકડા નિરાશા જનક જોવા મળી રહ્યાં છે. જિલ્લામાં 7 દિવસ બાદ શરૂ થયેલા વેક્સિનેશનના બીજા દિવસે માત્ર 383 લોકોને જ વેક્સિન મુકવામાં આવી હતી. જેમાં ઓલપાડ અને ઉંમરપાડામાં વેક્સિનેશનનો આંકડો 0 રહ્યો હતો. સૌથી વધુ બાડોલી તાલુકામાં માત્ર 99 રહ્યો હતો. આવી ગતિએ વેક્સિન મુકાશે તો કરોના સામેની લડત વધુ લાંબી ચાલશે અને અનેક લોકો એમા હોમાતા જશે.

અન્ય સમાચારો પણ છે...