તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:સુરત જિલ્લામાં કોરોનાએ ફરી સેન્ચુરી મારી 109 પોઝિટિવ, 3ના મોત

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી તાલુકામાં પોઝિટિવની સંખ્યા 1000ને પાર

સપ્ટેમ્બર માસમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. દિન પ્રતિદન કેસમાં વધારો થઈ રહ્યો છે. શુક્રવારના રોજ ફરી 109 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 6187 થઈ છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 3 વ્યક્તિઓ કોરોનાને કારણે મોતને ભેટ્યા છે.

સપ્ટેમ્બર માસમાં 10મી વાર કોરોનાનો આંક 100ને પાર કર્યો છે. ગુરુવારના રોજ ફરી પોઝિટિવ સંખ્યા 109 નોંધાઈ છે, જેની સાથે જિલ્લામાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 6187 થઈ છે. તેમજ આજરોજ 3 વ્યક્તિએ કોરોનાને કારણે દમ તોડ્યો છે, જેમાં કામરેજની 72 વર્ષીય વૃદ્ધ, ઓલપાડનો 52 વર્ષીય પુરુષને કીમની 38 વર્ષીય મહિલાનું મોત નીપજ્યુ હતું. અત્યાર સુધીમાં કુલ 229 દર્દીના મોત નીપજ્યા છે. આજરોજ 84 દર્દીઓએ કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. કુલ 4985 લોકોએ કોરોનાને હરાવ્યો છે.

બારડોલીમાં નવા 17 દર્દીઓ નોંધાયા
બારડોલીમાં નોંધાયેલા કોરોના દર્દીઓમાં 79 વર્ષીય પુરુષ, 20 વર્ષીય યુવક, 44 વર્ષીય મહિલા નવદુર્ગા સોસાયટી આરટીઓ નજીક બારડોલી, 28 વર્ષીય મહિલા દ્વારિકા બાબેન, 93 વર્ષીય પુરુષ મઢી પ્રેસ ફળિયું, 47 વર્ષીય પુરુષ મઢી ચોખાવાલા હૉલ નજીક, 18 વર્ષીય યુવતી, 40 વર્ષીય મહિલા વાંકાનેર નહેર કોલોની, 52 વર્ષીય મહિલા મંદિર ફળિયું વડોલી, 16 વર્ષીય તરુણ ઋષિકેશ સોસાયટી બારડોલી, 43 વર્ષીય પુરુષ, 54 વર્ષીય મહિલા, 17 વર્ષીય યુવક કેશરકુંજ સોસાયટી બારડોલી, 55 વર્ષીય મહિલા મહાદેવ નગર બારડોલી 38 વર્ષીય મહિલા પૂજા પાર્ક, 22 વર્ષીય યુવક ઋષિકેશ નગર બારડોલી, 41 વર્ષીય મહિલા સુરાલી.

વિવિધ તાલુકા મુજબ જિલ્લામાં નોંધાયેલા કેસ
તાલુકોઆજેકુલ
ચોર્યાસી171158
ઓલપાડ17763
કામરેજ281192
પલસાણા11906
બારડોલી171003
મહુવા07303
માંડવી04264
માંગરોળ08553
ઉંમરપાડા0045

ઓલપાડ તાલુકામાં આજરોજ કોરોનાના 17 પોઝિટિવ નોંધાયા
ઓલપાડ તાલુકામાં કોરોનાનો દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યા વધતી હોય તેમ આજરોજ પણ તાલુકામા 17 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવ્યા મુજબ આજરોજ ઓલપાડ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા 17 કેસ પોઝિટિવ નોંધાયા છે.

મહુવામાં નવા 6 કેસ નોંધાયા
વલવાડા ગામે 50 વર્ષીય મહિલા, અનાવલ પાંચકાકડા ફળિયામા 18 વર્ષીય યુવાન અને 40 વર્ષીય પુરુષ, વાંસકુઈ કોળીવાડ ફળિયામા 36 વર્ષીય મહિલા અને 58 વર્ષીય પુરુષ ઉપરાંત દેદવાસણ પટેલ ફળિયામા 30 વર્ષીય પુરુષનો રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા પોઝિટિવ તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. મહુવા તાલુકામા કુલ આંક 303 પર પહોંચ્યો છે અને કોરોનાને લઈ તાલુકામાં કુલ 3ના મોત નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...