સુરત જિલ્લામાં કોરોના ધીરેધીરે રફતાર પકડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં મે માસમાં 3 કેસ નોંધાયા હતાં. જ્યારે જુન માસના 8 દિવસમાં જ 5 પોઝિટિવ કેસ નોધાઈ ચૂક્યા છે. જિલ્લામાં 39 દિવસ બાદ કોરોના પોઝિટિવ 2 કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતાં એક્ટિવકેસની સંખ્યા 4 થઈ છે. સુરત જિલ્લામાં કોરોના ફરી પગપેસારો કરી રહ્યો હોય તેમ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ગત બે-ત્રણ માસથી કોરોનાના નહીંવત કેસ જોવા મળી રહ્યાં છે. ગત મે માસમાં માત્ર 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં.
જુન માસ ચાલુ થતાની સાથે જિલ્લામાં ધીમેધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જુન મહિના 8 દિવસમાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાી ચૂક્યા છે. ગત 30-4-2022ના રોજ જિલ્લામાં એક સાથે 2 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. 39 દિવસ બાદ ફરી જિલ્લામાં એક સાથે બે 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. બારડોલી અને ઓલપાડમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે. જેની સાથે કુલસંક્રમીતોની સંખ્યા 42831 થઈ છે. જ્યારે આજરોજ એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતાં 42268 લોકોએ કોરોનાને માત આપી છે. હાલ જિલ્લામાં 4 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.