તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના વળતા પાણી:સુરત જિલ્લામાં 10 મહિના બાદ માત્ર 2 કેસ,11 દર્દી રિકવર થયા

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 9માંથી 7 તાલુકામાં કોરોના ખાતુ પણ ન ખોલાવી શક્યો

સુરત જિલ્લામાં 10 મહિના બાદ માત્ર 2 કેસ નોંધાયા છે. જેની સામે 11 દર્દી સાજા થતાં ઘરે પરત ફર્યા હતાં. જ્યારે આજરોજ એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું ન હતું. સુરત જિલ્લામાં છેલ્લા 11 મહિનાથી કોરોનાનો હાવ જોવા મળી રહ્યો છે. હાલ કોરોના સંક્રમણ ધીમુ થતાં આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.

બુધવારના રોજ છેલ્લા 24 કલાકમાં માત્ર 2 કેસ નોંધાયા છે. જિલ્લામાં 10 મહિના બાદ કોરોનાને 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે કુલ 13019 લોકો કોરોનાથી સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે આજરોજ 11 લોકોએ કોરોનાને માત આપતા 12612 લોકો અત્યાર સુધીમાં સ્વસ્થ થઈ ચૂક્યા છે. આજરોજ એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું નથી.

કોરોના સંક્રમણ ઘટતા હાશકારો
સુરત જિલ્લામાં કોરોનાનો ખતરો ધીમેધીમે ઘટી રહ્યો છે. ત્યારે આજરોજ માત્ર બે કેસ નોંધાયા છે. જિલ્લાના 9 તાલુકામાંથી 7 તાલુકામાં કોરોનાના એક પણ કેસ નોંધાયા નથી માત્ર ઓલપાડ અને માંડવીમાં 1-1 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો