કોરોના અપડેટ:સુરત જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ સામે 3 દર્દી ડિસ્ચાર્જ થયા

બારડોલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ નબળી પડી રહી હોય તેમ શુક્રવારના રોજ કોરોના પોઝિટિવ 3 કેસ નોંધાયા હતાં. જેની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 42806 થઈ છે. જ્યારે આજરોજ 3 દર્દીને ડિસ્ચાર્જ કરવામા આવતાં 42221 દર્દીઓઓ કોરોનાને માત આપી ચૂક્યા છે. આજરોજ કોપણ દર્દીનું મોત નીપજ્યું નથી. જ્યારે હાલ 28 દર્દી સારવાર લઈ રહ્યાં છે. જિલ્લામાં બારડોલી, મહુવા અને માંડવીમા પોઝિટિવ કેસ નોધાયા છે.

શુક્રવારે તાપીમાં 5 કેસ
તાપી જિલ્લાના સાત પૈકી માત્ર વ્યારા, ઉચ્છલ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. આજરોજ કુલ 19 કેસ જેટલા કોરોના પોઝિટિવ સારવાર હેઠળ છે. આજના દિને વ્યારા તાલુકામાં 2, ઉચ્છલ તાલુકામાં 3 મળી કુલ 5 સંક્ર્મણ દર્દી આવ્યા છે, કોરોના હવે તાપી જિલ્લામાં અઠવાડિયામાં અંત થવાની આશા સેવાઈ રહી હતી. આજરોજ 932 સેમ્પલ લેવાયા જેમાં માત્ર 5 પોઝિટિવ આવ્યા છે. તાપી જિલ્લામાં કુલ કેસનો આંકડો 1317 પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...