તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:સુરત જિલ્લામાં અંતિમ 24 કલાકમાં 24 કેસ મળ્યા, સામે 104 સાજા

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 પોઝિટિવ સામે 104 નેગેટિવ થતાં ડિસ્ચાર્જ કરાયા

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણનો દર ઘણો ઓછો થઈ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સોમવારના રોજ જિલ્લામાં 24 કોરોના પોઝિટિવ નોંધાયા હતાં. જેની સામે ચાર ઘણા એટલે કે 104 નેગેટિવ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

સુરત જિલ્લામાં કોરોનાના વળતા પાણી હોય તેમ દિન પ્રતિદન કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો્ છે. જિલ્લામાં કેસ ઘટતા લોકોએ રાહતનો દમ લીધો છે. સોમવારના રોજ જિલ્લામાં 24 કોરોના પોઝિટિવ નોંધાયા હતાં. જેની સાથે કુલ 31863 લોકો સંક્રમીત નોંધાયા છે. ત્રણ દિવસ બાદ જિલ્લામાં કોરોનાને કારણે મોત થયું હોવાનું આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું છે. સોમવારે તેનની 60 વર્ષીય વૃદ્ધાનું કોરોનાને કારણે મોત નીપજ્યું હોવાનું નોંધાયું છે. સોમવારે 104 લોકોએ કોરોનાને માત આપતાં અત્યાર સુધીમાં 30773 લોકોએ કોરોનાને માત આપી ચૂક્યા છે. જિલ્લામાં હવે 614 લોકો સારવાર લઈ રહ્યાં છે.

સુરત જિલ્લાના તાલુકા મુજબ કેસ

તાલુકોઆજેકુલ
ચોર્યાસી35096
ઓલપાડ64241
કામરેજ05866
પલસાણા33557
બારડોલી55074
તાલુકોઆજેકુલ
મહુવા22365
માંડવી42188
માંગરોળ13165
ઉમરપાડા0311
કુલ2431863

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...