તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:સુરત ગ્રામ્યમાં કોરોના 14 હજાર અને રિકવરી 13 હજારને પાર

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બુધવારે 102 કેસ સામે માત્ર 22 દર્દી રિકવર થયા
 • એક્ટિવ કેસની સંખ્યા વધીને 756 પર પહોંચી ગઇ

સુરત જિલ્લામાં કોરોનાએ રફતાર પકડી છે. ગત 6 દિવસમાં પાંચ દિવસ કોરોના 100ને પાર રહ્યો હતો. આજરોજ સુરત જિલ્લામાં કોરોનાના 102 પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાએ 14000નો આંકડો પાર કરી દીધો છે. જ્યારે કોરનાને માત આપનારનો આંક 13 હજારને પાર કર્યો છે.

જિલ્લામાં હજુ પણ સોસિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ કરવામાં લોકો બેકાળજી દાખવી રહ્યાં છે જેના કારણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે.

સુરત જિલ્લામાં કોરનાનો ગ્રાફ દિન પ્રતિદિન ઉપર જઈ રહ્યો છે. ગત એક સપ્તાહથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જિલ્લાવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારના રોજ સુરત જિલ્લામાં 102 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે જિલ્લામાં કોરોના સંક્રમણનો આંક 14000ને પાર કરીને 14084 થયો છે. જ્યારે આજરોજ એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. છેલ્લા 24 કલાકમાં 22 દર્દીઓએ કોરોનાને માત આપ્યા છે.

બુધવારે જિલ્લામાં નોંધાયેલા કેસ

તાલુકોકેસકુલ
ચોર્યાસી212747
ઓલપાડ91753
કામરેજ242898
પલસાણા131898
બારડોલી142284
મહુવા5603
માંડવી4603
માંગરોળ121211
ઉંમરપાડા087
કુલ10214084
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો