મુશળધાર વરસાદ:પલસાણા તાલુકામાં ધોધમાર વરસાદના પગલેમાનવ જનજીવન અસ્તવ્યસ્ત

પલસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડોદરામાં લાકડાવાળા કોમ્પ્લેક્ષ સિઝનમાં ચોથી વખત પાણીમાં ગરકાવ, પાલિકાની પરિમોન્સૂન કામગીરી કાગળ પર

છેલ્લા બે અઠવાડિયાથી સુરત જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ જોવા જઈએ તો પલસાણા તાલુકામાં અને કામરેજ તાલુકામાં જોવાં મળ્યો હતો શુકવારે બપોર બાદ મુશળધાર વરસેલા વરસાદના પગલે સમગ્ર પલસાણા તાલુકો પાણીથી તળબોળ થઈ ગયો હતો જેમા કડોદરા ,ચલથાણ ,પલસાણા બલેશ્વર જેવા વિસ્તારના નિચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. કડોદરાથી સુરત જતા .ને.હા.6 પર હરિપુરા ગામના પાટીએથી બિદંલ સામેથી હાઇવેને ક્રોસ થતી કડોદરા પાલિકાની મુખ્ય ડ્રેનેજ લાઇન વરસાદના પાણીમાં બેસી જતા પોલીસે બેરીકેટ મૂકવું પડ્યું હતુ.

તો વળી અહીં હાઇવે પર બે ફૂટ જેટલું વરસાદી પાણી ફળી વળતા હાઇવેના તમામ ટ્રેક વરસાદના પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તા પરથી જોખમી રીતે લોકોએ વાહન પસાર કરવા પડ્યા હતા. જેના કારણે પાણીમાં વાહન ખોટકાવવાના પગલે મોડી સાંજે હરિપુરા ગામના પાટીયે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

આ વર્ષે કડોદરા નગર પાલિકાની પ્રીમોન્સૂન કામગીરી પોકળ સાબિત થઈ હતી ચલથાણથી કડોદરા તરફ જતા.ને.હા.48 પરના સર્વિસ રોડની વરસાદી પાણીની લાઈનના છેલ્લા કેટલાય વર્ષોથી કડોદરા પાલિકાએ મનસ્વી રીતે ડ્રેનેજ લાઇન જોડી દેતા આ વરસાદી પાણીના નિકાલ માટેના લાઈનમાં મકાનોનું ડ્રેનેજનું પાણી વહી રહ્યું છે અને વરસાદી પાણી રસ્તા પર વહેતા રસ્તાઓ બિસમાર બન્યા છે વળી કડોદરા ચાર રસ્તા પર લાકડાવાળા કોમ્પ્લેક્ષ તેમજ ચામુંડા હોટલ આ સિઝન માં ચોથી વખત પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી ત્યારે કડોદરા પાલિકાના જાડી ચામડીના નેતાએ આંતરિક વિખવાદ અને રાજકીય ખેંચતાણથી બહાર આવી કડોદરા નગરની પ્રજાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે એ જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...