તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિષ્કાળજી:નંદપોર ગામે કોરોના ટેસ્ટ કરાવવા પોલીસનો સહારો લેવો પડ્યો, મહિનામાં 20 લોકોના મોત

બારડોલી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સખતાઇ કરી ટેસ્ટ કરતા શુક્રવારે 12 અને શનિવારે 15 કોરોના દર્દી પોઝિટિવ આવ્યા હતા

માંડવી તાલુકાના નંદપોર ગામે છેલ્લા એક માસમાં 20 જેટલા લોકોના મોત નીપજ્યા છે. છતાં ગ્રામજનો કોરોના અંગે નિષ્કાળજી દાખવી રહ્યાં છે. જેના કારણે ગામમાં સંક્રમણ વધી રહ્યું છે. આજરોજ આરોગ્ય વિભાગની ટીમ સાથે પોલીસ સ્ટાફ પહોંચ્યો હતો અને સખ્તી પૂર્વક લોકોના ટેસ્ટ કરતાં 15 જેટલા કોરોના પોઝિટીવ સામે આવ્યા હતાં. માંડવી તાલુકાના નંદપોર ગામની અંદાજિત 700 વ્યક્તિની વસતી છે. હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારી ગ્રામજનો નિષ્કાળજી દાખવતાં ગામમાં કોરોના ઘર કરી ચૂક્યો છે.

ગામમાં એક માસમાં 20 જેટલા લોકોના મોત નીપજ્યા છે. છતા પણ ગ્રામજનોમાં કોરોના અંગે જાગૃતિ આવી નથી. ગામમાં કોરોના ટેસ્ટ અંગે કેમ્પ યોજવામાં આવ્યો હતો પરંતુ ગ્રામજનો ટેસ્ટ કરાવવાથી અળગા રહે છે. ગામમાં બીમારી વધતાં ગ્રામ પંચાયત દ્વારા કોરોના ટેસ્ટ અંગે સખ્તી દાખવવા આરોગ્યની ટીમ સાથે પોલીસનો સહારો લેવો પડ્યો હતો.

શુક્રવારના રોજ 132માંથી 12 પોઝિટિવ સામે આવ્યા હતાં. જ્યારે શનિવારે 213 માંથી 15 પોઝિટિવ આવ્યા હતાં. સોમવારના રોજ જૂનુ ફળિયામાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. ગ્રામજનોની નિષ્કાળજીને કારણે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. આવનારા દિવસોમાં જો લોકજાગૃતિ ન આવે તો સ્થિતિ ગંભીર બને તેમ છે. નંદપોર ગામે રસીકરણ પણ આંગણીને વેઠે ગણી શકાય તેટલા લોકોએ કર્યું છે.

સખતાઇકરી ગ્રામજનોનું ટેસ્ટિંગ કરાયું
નંદપોર ગામમાં લોકોના મોત બાદ ટેસ્ટ કરાવવા દબાણ કરતાં ગ્રામજનોનું ફરજિયાત ટેસ્ટીંગ કરાવ્યું હતું. તેમજ લોકો પોઝિટિવ આવતાં ગામને સેનેટાઈઝેશન કર્યું છે. આવનારા દિવસોમાં કોરોના જાગૃતિના કામ કરીને ગામ કોરોના મુક્ત ગામ બનાવવાની દિશામાં કામગીરી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો