ધરપકડ:માંગરોળમાં બાઈક ચોરી, લૂંટમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને પીછો કરી પકડી લેવાયા

વાંકલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાઈક ચોરી લૂંટના ગુનામાં માંગરોળ પોલીસે ઝડપેલા આરોપીઓ. - Divya Bhaskar
બાઈક ચોરી લૂંટના ગુનામાં માંગરોળ પોલીસે ઝડપેલા આરોપીઓ.
  • આરોપીઓ વાંકલ મુખ્ય માર્ગ પર ધોળીકુઇ પાટિયા પાસે શંકાસ્પદ ઉભા હતા
  • બારડોલી​​​​​​​ નર્મદાના સાગબારા અને ભરૂચના વાલીયા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ગુના નોંધાયા છે, બીએમ ડબ્લ્યુ કાર પણ ચોરી હતી

માંગરોળ પોલીસે સુરત ગ્રામ્ય બારડોલી નર્મદાના સાગબારા,ભરૂચના વાલીયા,સહિતના પોલીસ સ્ટેશનના બાઈક ચોરી લૂંટ ના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે વાંકલ નજીકના ધોળીકુઇ ગામના પાટિયા પાસેથી પીછો કરી પોલીસે ઝડપી પાડ્યા હતા.

સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર સહિતના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લૂંટ ચોરી ના ગુના અટકાવવા સૂચનાઓ અપાઇ હતી, જેને પગલે માંગરોળ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.પરેશકુમાર નાયી અને પો.સ.ઇ. એચ.એન આજરાના માર્ગદર્શન હેઠળ અ.હે.કો. હેમંતભાઈ બાવાભાઈ ચૌધરી, પો.કો. મિતેશભાઇ છાકાભાઈ ચૌધરી, એલ.આર.પી.સી. મેલાભાઈ સાગરભાઇ, પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે મોસાલી ચાર રસ્તા વાંકલ માર્ગ પર ધોળીકુઇ પાટિયા પાસે બાઈક સાથે કેટલાક ઇસમો ગુનો કરવાના ઇરાદે ઉભા છે

આ ઈસમો બાઇકની ચોરી કરે છે અને ખાસ ગ્રામ્ય વિસ્તારમાં નાણાં ધીરધારનો ધંધો કરતા લોકોને આંતરી લૂંટ કરે છે, જેઓ ફરિયાદ કરતા નથી તેને ટાર્ગેટ કરી રોકડ રકમ મોબાઈલની લૂંટ કરે છે તેવી હકીકત બાતમીદાર જણાવી હતી અને આજ પ્રમાણે લૂંટ કરવાના ઇરાદે આ ઈસમો ધોળીકુઇ ગામે ઉભા છે તેને આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા આરોપીઓ પોલીસને જોતાં જ બાઈક મૂકી ભાગી છૂટયા હતા પરંતુ પોલીસે ખેતરોમાં પીછો કરી એક આરોપીને ઝડપી લીધો હતો.

જ્યારે બીજો આરોપી ધોળીકુઇ ગામની સીમમાંથી ભાગતો ભાગતો આંબાવાડી ગામે પહોંચી ગયો હતો અને મુખ્ય માર્ગ પર કોઇ વાહનમાં બેસીને ભાગી જવાની ફિરાકમાં હતો ત્યારે પોલીસે તેને આંબાવાડી ગામથી ઝડપી લીધો હતો, જ્યારે અન્ય એક આરોપી બાઇક મુકીને ભાગી ગયો હતો તેની બાઇકને આધારે પોલીસે શોધી કાઢી માંગરોળ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં સુનિલભાઈ હસમુખભાઈ વસાવા ઉંમર વર્ષ 22 રહે ઉશ્કેર ગામ લીમડા ચોક ફળિયું તાલુકો માંડવી જિલ્લો સુરત બીજો આરોપી જયદીપભાઇ જીતેન્દ્રભાઈ ચૌધરી રહે ઉમરસાડી છેલ્લું ફળિયું તાલુકો માંડવી જિલ્લો સુરતનો હોવાનું જણાવ્યું હતું

જ્યારે બાઇકને આધારે શોધી કઢાયેલ આરોપીનું નામ દીપ્નેશભાઇ શકુભાઇ વસાવા રહે નવાગામ પનુડા તાલુકો ડેડીયાપાડા જિલ્લો નર્મદા નો વતની હોવાનું જણાવ્યું હતું આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પોલીસ શોધી રહી છે. આરોપીઓ પાસેથી પોલીસે ચોરીની એક બાઇક G J 22 F 9726 તેમજ વધુ એક બાઈક કબજે લીધી છે. બારડોલી ખાતેથી ચોરાયેલી એક બી.એમ.ડબલ્યુ કાર ચોરીના ગુનામાં પણ આરોપીઓ સંડોવાયેલા છે. આરોપીઓ રીઢા ગુનેગાર છે તેઓ વિરુદ્ધ વિવિધ પોલીસ મથકોમાં લૂંટ ચોરી ગુના નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...