તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદલી:માંડવીમાં સાગમટે 5 પોલીસ કર્મીની બદલીથી ખડભડાટ

માંડવી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારતનક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારતનક તસ્વીર

માંડવીમાં ગત 24મીને ગુરુવારે કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સહિત કાર્યકરો ઉપસ્થિત રહી માંડવીના સુપડી વિસ્તારમાં કૃષિ બિલ સળગાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો. ઘટના બાદ મોડી સાંજે પાંચ પોલીસ કોન્સ્ટેબલની થયેલી બદલી કરવામાં આવતાં આજે આખો દિવસ ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. માંડવી પોલીસ સ્ટેશનના પાંચ પોલીસ કર્મચારીની વહીવટી કારણોસર તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી, જેમાં પોકો હસમુખભાઈ અમરસિંગભાઈની બદલી ઓલપાડ પોસ્ટે ખાતે. એએસઆઈ કાળુભાઈ જોબનભાઈની મહુવા પોસ્ટે, લોક રક્ષક સંજયભાઈ રાયસિંગભાઈ ની કામરેજ પોલીસ સ્ટેશન અને નિતેશભાઈ મનસિંગભાઈની ઓલપાડ પોલીસ સ્ટેશન અને નગીનાબહેન રાવજીભાઈને પણ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો