તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:માંડવીમાં કોરોના ગાઈડલાઈનનું પોલીસ કડકાઈથી પાલન કરાવાશે

માંડવી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માસ્ક ન પહેનનારે ફરજીયાત દંડ ભરવો પડશે : PSI

માંડવી પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ. દર્શન રાવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 8-04-2021થી માંડવી અને તાલુકામાં સરકાર દ્વારા સૂચવવામાં આવેલી કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાશે. તેમજ જે કોઈ વ્યક્તિ માસ્ક પહેરશે નહી તેની પાસે ફરજિયાત દંડ વસૂલ કરવામાં આવશે.

વધુમાં દર્શન રાવ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે નગરમાં ચારથી વધુ વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ લગાવાશે.સમગ્ર નગર અને તાલુકામાં ગમે તે વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ થશે. તેમજ માર્કેટ તેમજ વધુ ભીડ ઉમટતા સ્થળો પર નજર રાખવામાં આવશે.વધુમાં જણાવ્યું હતું કે રાત્રિ કરફ્યુનો સમય 8:00થી 6:00 નો હોય અને તે દરમિયાન બહાર ફરતા લોકોને દંડ કરવામાં આવશે અને કોઈ પણ સ્થાને ટોળું વળીને બેસેલા દેખાશે તો તેઓ વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

સંવેદનશીલ વિસ્તારો જ્યા દિવસ અને રાત્રિમાં પણ લોકો કામ વગર બેસી રહે છે તેવા સ્થળો પર ખાસ નજર રખાશે. આ તમામમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ પર વધુ ધ્યાન રાખવામાં આવશે અને માસ્ક વિના ફરતા કોઈને દંડ ભર્યા વિના ન છોડવાનું પી.એસ.આઈ. દર્શન રાવ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો