મેઘમહેર કે કહેર?:મહુવા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો, સાંબા-દેડવાસન ગામે બે મકાનો ધરાશાયી થતાં પરિવારો બેઘર થયા

મહુવા3 મહિનો પહેલા
  • મકાનો તૂટી પડતાં સ્થાનિક વહીવટી તંત્ર તાબડતોડ ઘટનાસ્થળે પહોંચ્યું
  • મકાન ધરાશાયી થવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ

મહુવા તાલુકામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ પડતાં સાંબા અને દેડવાસન ગામમાં એક કાચું ઘર તૂટી પડ્યું હતું. જો કે મકાન ધરાશાયી થવાની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહોતી.

મહુવામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
સુરત જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ત્યારે જિલ્લાના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે મંગળવારે મહુવા તાલુકામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેથી પૂર્ણાં અને અંબિકા નદીનું પાણી અને સ્થાનિક વરસાદી પાણીથી અનેક ગામોના નદી-નાળાં છલકાયાં હતાં. જો કે વરસાદનું જોર તો હવે ઘટ્યું છે. પરંતુ હવે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદને પગલે મહુવા તાલુકાના અંબિકા નદીને કાંઠે આવેલ સાંબા તેમજ દેડવાસન ગામે એક કાચું મકાન ધરાશાયી થયું હતું.

સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ
શ્રમજીવી પરિવારનું મકાન તૂટી પડતાં મુશ્કેલી સર્જાઈ હતી. મકાનો તૂટી પડતાં સ્થાનિક વહીવટી તંત્ર પણ ત્યાં પહોંચ્યું હતું. તમામની સલામત જગ્યા રહેવા જમવાની તંત્ર દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી હતી અને યોગ્ય સર્વે કરી મામલતદારને અહેવાલ રજૂ કરાયો હતો. જો કે મકાન ધરાશાયી થવાની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નહોતી.

અન્ય સમાચારો પણ છે...