મામા-ભાણીયા સામે પોલીસમાં ફરિયાદ:કામરેજમાં પરણીત વિધર્મી યુવકે એકસાથે 2 યુવતીઓનું શારીરિક શોષણ કર્યું; મામાએ યુવતીના પરિવારને જાતિ વિષયક અપશબ્દો બોલી ધમકીઓ આપી

બારડોલી25 દિવસ પહેલા

કામરેજ તાલુકાના ઘલા ગામના પરણીત વિધર્મી યુવકે એકસાથે ગામની જ બે યુવતી સાથે લફરાબાજી કરી બંને યુવતીનું શારીરિક શોષણ કરતો મામલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો હતો. ખૂબ જ ગંભીર કહી શકાય એવી બાબતમાં બંને પીડિત યુવતીના જ્ઞાતિજનોના સમુહે ગુરુવારના રોજ બંને યુવતીઓને હિમ્મત આપી પોલીસને જણાવા કહ્યું હતું. ત્યારબાદ બંને યુવતિઓ દ્વારા ગામના જ પરણીત વિધર્મી યુવક સામે શારીરિક શોષણ અને એટ્રોસીટી સહિતની ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે કામરેજ પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

આરોપીએ પ્રેમ સંબંધ રાખવા યુવતી પર દબાણ કર્યું
કામરેજ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાના ઘલા ગામના રાઠોડ ફળિયામાં રહેતા શાહીદ સાદીક શેખ રેતીના વ્યસાય સાથે સંકળાયેલો છે. ગામની જ યુવતી તેની ઓફિસ અને રહેઠાણના વિસ્તાર નજીકમાં જ રહેતી હોવાથી વારંવાર ત્યાંથી અવર જવર કરતી હતી. શાહીદ શેખે તેની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતા યુવતી શાહીદને શરણે થઈ ગઈ હતી. શાળાકીય અભ્યાસના સમયથી લગભગ પાંચ વર્ષ સુધી શાહિદે યુવતી સાથે ઘરના વાડાના ભાગે તેમજ અલગ અલગ સ્થળે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

ગામની અન્ય એક યુવતીને પણ શાહીદે તેનો શિકાર બનાવી
શાહીદના લગ્ન થઈ જતા શાહીદ એકાદ માસ સુધી યુવતીથી દૂર રહ્યા બાદ તે પોતાની પત્નીને છુટાછેડા આપી યુવતી સાથે લગ્ન કરવાનો છે. જેવા વાયદા કરી ફરી તેની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો. ત્યારે ગામની અન્ય એક યુવતીને પણ શાહીદે તેનો શિકાર બનાવી હતી. જે યુવતી સાથે પણ ગામના જ ફાર્મ હાઉસ સહિત ધોરણ પારડી નજીકના ખેતરાડી વિસ્તારમાં પોતાની ગાડીમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા.

યુવતીના પરિવારને જાતિ વિષયક અપશબ્દો બોલી ધમકીઓ આપી
યુવતીના પરિવારના સભ્યોએ આ અંગે શાહિદ શેખના મામા શોએબ ઉસ્માન શેખને જાણ કરતા હતી. શોએબ શેખે યુવતીના પરિવારને જાતિ વિષયક અપશબ્દો બોલી ધમકીઓ આપી હતી. આ અંગે ગામની પીડીત બંને યુવતીઓના પરિવાર દ્વારા શાહીદ શેખ વિરુદ્ધ પોકસો એકટ તેમજ દુષ્કર્મની જ્યારે તેના મામા સોયેબ ઉસ્માન શેખ વિરુદ્ધ એટરોસિટી એકટ મુજબ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કામરેજ પોલીસે શાહીદ શેખની ધરપકડ કરી હતી શાહીદ શેખની ધરપકડ કરી હતી જ્યારે મામા સોયેબ ઉસ્માન શેખની શોધખોળ આદરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...