હાલમાં કડોદરા પોલીસ મથકનો ચાર્જ સાંભળી રહેલી પોબેશલ આ.પી.એસ.બી શાખા જૈન એક બાદ એક ગેરકાયદેસરના ગોરખ ધંધો પર ગાડીયો કસી રહી છે ત્યારે શુકવારે બાતમી આધારે ત્રણ બોગસ ડોકટરને ઝડપી પાડી કાર્યવાહી હાથધરાતાં બોગસ ડૉકટરો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી અનુસાર કડોદરા પોલીસની ટિમ શુક્રવારે થાણા ઇન્ચાર્જ ની સૂચનાથી કડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ વરેલી ખાતે આવેલ વજ્રધામ સોસાયટીમાં નાનુભાઈની બિલ્ડિંગમાં દુકાન 1 માં આવેલ રામા ક્લિનિક પર રેડ કરી હાજર તબીબી પ્રેક્ટિસ કરતા નિરપેન રાધાકાંત રાજબિહારી બીશ્વાસ પાસે ક્લિનિક માટેના જરૂરી કાગળ માંગતા માત્ર 10 પાસની રિઝલ્ટ પોલીસને આપ્યું હતું. પોલીસે નિરપેન બીશ્વાસની અટકાયત કરી ક્લિનિકમાં રહેલી વિવિધ એલોપેથીક દવાઓ તેમજ અન્ય સામગ્રી મળી 10,182 નો મુદામાલ કબ્જે કર્યો હતો.
તેમજ કડોદરા ખાતે નીલમ હોટલની બાજુમાં અમૃતનગરમાં જવાના રસ્તે આવેલ મુન્નાભાઈની બિલ્ડિંગના પ્રથમ માળે આવેલ સુરક્ષા આયુર્વેદ દવાખાના પર રેડ કરી દવાખામાં હાજર બે આયુર્વેદ તબીબો આરીફ મહમદ શેખ તેમજ શૌકીન અચ્છે મિયા શેખ પાસે દવાખાના અંગે જરૂરી ડિગ્રીના કાગળો માંગતા બને અભણ હોવાનું બહાર આવ્યું હતું તેઓ માત્ર અનુભવના આધારે લોકોને આયુર્વેદ દવા આપતા હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે બને બોગસ તબીબોની અટકાયત કરી દવાખાના માંથી 3,840 ની આયુર્વેદની જુદીજુદી દવાઓ કબ્જે લઈ ત્રણેય વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસના કરવાના લાઇસન્સ વગર લોકોની સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ ઇન્ડિયન મેડિકલ ડિગ્રીસ એકટની વિવિધ કલમો તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધાતા કડોદરા વિસ્તારમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા બોગસ ડોકટર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.