• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • In Kadodara, The Reckless Tampa Driver Crushed The First Two After Another; Even As He Was About To Run Away From The Accident, The Axle Of The Tampa Was Caught Breaking

એક ભૂલે 3 જિંદગીનો અંત લાવ્યો:કડોદરામાં બેફામ ટેમ્પા ચાલકે પહેલા બે પછી એકને કચડ્યા; અકસ્માત કરી ભાગવા જતો તો પણ ટેમ્પાની એક્સલ તૂટતા ઝડપાયો

બારડોલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાના કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકનાં હદ વિસ્તારમાં હાઇવે પર ગોઝારી ઘટના બનવા પામી છે. કડોદરા-સુરત સ્ટેટ હાઇવે પર એક આઇસર ટેમ્પોના ચાલકે ગફલતભરી રીતે ટેમ્પો હંકારી બે મોટરસાયકલ સવારને અડફેટે લીધા હતા. કડોદરા પોલીસ મથક નજીક એક મોટરસાયકલ પર સવાર બેને અડફેટે લીધા બાદ ટેમ્પો પૂરપાટ ઝડપે હંકારી ત્યાંથી ભાગ્યો હતો. આગળ જતાં અંત્રોલી ગામની સીમમાં અન્ય એક મોટરસાયકલ સવારને અડફેટે લેતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. બાદમાં ટેમ્પાની એક્સલ તૂટી જતાં કડોદરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ટેમ્પો ચાલકની અટક કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ, સુરત જિલ્લાના કડોદરા નજીક આજે સાંજના સમયે એક ગોઝારી ઘટના બનવા પામી હતી. કડોદરા-સુરત સ્ટેટ હાઇવે પરથી આઇસર ટેમ્પોના ચાલક રવિન્દ્રકુમાર ભગેલુસિંધએ પોતાના કબ્જાનો ટેમ્પો પુરપાટ ઝડપે હંકારી લાવી અકસ્માત સર્જ્યો હતો. કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથક નજીકથી સ્ટેટ હાઇવે પર મોટરસાયકલ પર સવાર થઈ રહેલા 52 વર્ષીય ગુલામ જાફર ગુલામ હૈદર જરદાવાલા અને 52 વર્ષીય સુરેશ ત્રિભુવન પટેલને આઇસર ટેમ્પોના ચાલકે અડફેટે લીધા હતા. જે અકસ્માતમાં બંનેના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માત સરજી ટેમ્પોનો ચાલક રવિન્દ્રકુમાર સ્થળ પરથી ટેમ્પો લઈ ભાગ્યો હતો.

અકસ્માત સર્જી થોડાજ કિલોમીટરના અંતરે આવેલા અંત્રોલી ગામની સીમમાં મોટરસાયકલ પર સવાર થઈ રહેલા 40 વર્ષીય યુવાન ધર્મેન્દ્ર મોહન લાલજી શેનને અડફેટે લીધો હતો. જે યુવાનનું પણ મોત નીપજ્યું હતું. આ હિટ એન્ડ રનની ઘટનામાં 3 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. બાદમાં પણ ટેમ્પોના ચાલકે ભાગવાની લ્હાયમાં ટેમ્પો રેલિંગ સાથે અથડાવી દીધો હતો. તે દરમિયાન કડોદરા પોલીસ સ્થળ પર પહોંચી જતા ટેમ્પો ચાલકની અટક કરી લેવામાં આવી છે. હાલ ત્રણે મૃતકોના મૃતદેહનો કબ્જો લઈ પોલીસે પી.એમ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...