કોરોનાનો ભરડો:જિલ્લામાં માત્ર 4 દિવસમાં જ દૈનિક કેસ 9 પરથી સદી વટાવી 102 પર પહોંચી ગયા

બારડોલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે 8 દર્દી રિકવર થતાં ડિસ્ચાર્જ, 1 દર્દીનું સારવાર દરમિયાન મોત

સુરત જિલ્લામાં કોરોનાએ સંક્રમણનો અજગર ભરડો લીધો હોય તેમ શુક્રવારના રોજ 102 પોઝિટિવ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાએ 225 દિવસ બાદ સેન્ચુરી મારી છે. જ્યારે આજરોજ એક યુવકનું કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. સુરત જિલ્લામાં એકાએક કોરોનાએ બેફામ સ્પીડ પકડી છે. જિલ્લામાં 4 જાન્યુંઆરીએ કોરોનાના માત્ર 9 કેસ હતા. પરંતુ 7 જાન્યુઆરીએ દૈનિક કેસ વધીને 102 પર પહોંચી ગયા છે. જિલ્લામાં કોરોના સંક્રમણ દિન પ્રતદિન વધી રહ્યું છે. જિલ્લામાં લોકો માસ્ક વગર અને બેખોફ ફરી રહ્યાં છે.

આ અંગે તંત્ર યોગ્ય ધ્યાન આપી કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે. જિલ્લામાં 225 દિવસ કોરોનાએ સેન્ચુરી મારી છે. ગત27મી મે 2021ના રોજ જિલ્લામાં 115 કેસ નોંધાયા હતાં. ત્યારબાદ 7મી જાન્યુઆરી 2022ના રોજ 102 કેસ નોંધાયા છે. જેની સાથે કુલ સંક્રમીતોની સંખ્યા 32564 થઈ છે. જ્યારે આજરોજ પલસાણા તાલુકાના કણાવ ગામની 62 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે.

શુક્રવારના રોજ 8 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતાં જિલ્લામાં જિલ્લામાં અત્યાર સુધીમાં 31759 લોકોએ કોરોનાને માત આપી છે. જિલ્લામાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે નહીંતો બીજી લહેરનું પુનરાવર્તન થતા વાર ન લાગશે.

અન્ય સમાચારો પણ છે...