કોરોના બેકાબૂ:માત્ર 1 દિવસમાં જ દૈનિક કેસ 86માંથી 183 થઇ ગયા

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 દિવસમાં સુરત જિલ્લાના એક્ટિવ કેસ 50 પરથી 530 પર પહોંચ્યા
  • સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ ફરી સ્પીડ પકડતા ચિંતામાં વધારો

સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ અત્યંત ઝડપે કોરોના નું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જ જિલ્લામાં કોરોનાના 183 કેસ નોંધાયા છે જિલ્લામાં સૌથી વધુ 44 કેસ બારડોલી તાલુકામાં નોંધાયા છે. જેને લઈ જિલ્લા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

એક તરફ સંક્રમણ સતત વધી રહ્યું છે. છતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવનાર ઉતરાયણના તહેવાર માટે કોઈ ગાઈડલાઇન જાહેર કરી નથી. ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ સમયે પણ બજારમાં મોડે સુધી ભીડ જામે છે. જિલ્લામા કુલ દર્દીઓનો આંક 32830 પર પહોંચ્યો છે. જ્યારે 49 દર્દીઓ સાજા થતાં કુલ 31811 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે.

જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ જિલ્લામાં હાલ 530 દર્દીઓને સારવાર હેઠળ રાખવામા આવ્યા છે. સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા 1 જાન્યુયારીએ 50 હતા જે છેલ્લા 9 દિવસમાં 480 દર્દીઓનો વધારો નોંધાયો છે. છેલ્લા 9 દિવસમાં રોજના ઓછામાં ઓછા 4 એક્ટિવ કેશથી વધારમાં વધારે 134 સુધી આંકડો પહોંચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...