ફરિયાદ:હલધરૂમાં ઘર પાસેે પેશાબ કરતા પાડોશીને ઘસડીનેે માર મરાયો

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માફી માંગવા છતાં માર મારનારા 2 વિરૂદ્ધ ફરિયાદ

હલધરુ ગામે આવેલ એક સોસાયટીમાં યુવક મળસે ઉઠીને પાડોશીના ઘર નજીક પેશાબ કરતાં પાડોશી આવીને યુવકને ધમકાવ્યો હતો. યુવક માફી માંગી જતો રહ્યો હતો ત્યારબાદ રાત્રીના ફરી બે મિત્રો સાથે આવી યુવકને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપી છે.

હલધરૂની આરાધના ઓર્ચિડ સોસાયટીનાં 106 માંં રહેત રાહુલ એકનાથ પાટીલ સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છેે. તા.16-10-2021ની મળસકે ચારેક વાગે પેશાબ લાગતા પોતાનાંં ઘર નજીક પેશાબ કરી સુઇ ગયો હતો. સવારે આઠ વાગે પડોશમાં રહેતા કુંદનસિંહ અનિલસિંહે મનેે જણાવેલ કે તુ અહીં કેમ પેશાબ કરે છે એમ કહેતાં ભુલ સ્વીકારી માફી માગી લીધી હતી, અનેે નોકરી પર ચાલ્યો ગયો હતો. જે રાત્રે સાડા દસ વાગેે ઘરે પરત આવ્યો હતો. તેે સમયે સોસાયટીમાં મકાન નં 112 માં રહેતો રાજનાથ છોટેલાલ ચૌહાણે રાહુલ પાટીલનાં ઘરે આવી નાલાયક ગાળો આપી ઝઘડો કર્યો હતો.

સોસાયટીમાં જ મકાન નં 119માં રહેતો રાજનાથનો મિત્ર અરવિંદ હૃદયનારાયણ સીંગ તેનાં બે મિત્રો સાથેે આવી રાહુલને ઘરથી દૂર ઘસડી જઇ નાલાયક ગાળો આપી ઢીક્કા મુક્કીનોં માર મારી ફરી વાર ઘર પાસેે પેશાબ કરીશ તો હાથ ટાંટિયા તોડી નાંખવાની ધમકી આપી નાશી છુટ્યા હતા. ઘસડવાથી રાહુલ પાટીલનેે પગેે વાગેલું હોવાથી સોસાયટીમાં સારવાર લઇ બીજે દિવસેે 1 અરવિંદ હદયનારાયણ સિંગ તથાં ૨ાજનાથ છોટેલાલ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...