તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી ફ્લેશબેક 2020:કપરા સમયમાં જ્યારે સૌને પોતાની ફિકર હતી ત્યારે આમણે સમાજની ફિકર કરી નવી રાહ બતાવી

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડર્યા વગર કોરોનાથી મોતને ભેટેલા 35 મૃતદેહોની અંત્યેષ્ઠી કરી

માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખના કિશોરભાઈ પાનવાલાએ જણાવ્યું કે, મારા કાકાનું કોરોનામાં અવસાન થતાં લોકો મૃતદેહની નજીક આવતાં ખચકાતા હતાં. ત્યારે વિચાર આવ્યો અને અમે માનવ સેવા ગ્રુપ બનાવ્યું. આ ગ્રુપ દ્વારા 35 જેટલા કોરોનામાં મોત નીપજેલ મૃતદેહની અંતિમ સંસ્કાર કર્યા હતાં. મૃતદેહને પોતાના સ્વજનનો હોય તે રીતે અંતિમક્રિયા કરી હતી. આ અનુભવ મારા માટે અવિશ્વમણીય છે. અત્યાર સુધીમાં સૌથી ઉત્તમ કાર્ય મારાથી થયું છે.

300થી વધુ કોરોનાના દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા
બારડોલી ધામદોડ રોડ પર આવેલ સરદાર વિલા સોસાયટીમાં રહેતા એમ્બ્યુલન્સના ડ્રાયવર સંજયભાઈ મિસ્ત્રી જણાવે છે કે આખો દિવસ કોરોનાગ્રસ્ત દર્દીઓને એમ્બ્યુલન્સના સારવાર માટે લાવ્યા બાદ રાત્રે ઘરે જતો ત્યારે મને પરિવારજનોના સ્વાસ્થ્યની ચિંતા ખૂબ સતાવતી.કોરોના ગ્રસ્ત દર્દીઓને સારવાર માટે લાવવામાં હું પણ કોરોનાગ્રસ્ત થયો હતો.પણ કોરોનાને માત આપી ફરી ડયુટી પર જોઈન થઈ ગયો હતો.અત્યાર સુધી 300 થી વધુ કોરોના ગ્રસ્ત દર્દીઓને એમ્બ્યુલન્સના બેસાડી સારવાર માટે હોસ્પિટલમા લાવ્યો છું.

કોરોના સામે યુદ્ધ હતુ, જેમા હું પરિવારના સાથથી વિજેતા થયો
બારડોલીના કે.કે. પાર્કમાં રહેતા ડો.મિથિલ ગલચર છેલ્લા 4 માસથી બારડોલીના લોટસ પર શરૂ કરેલ કોવિડ સેન્ટરમાં કોરોનાનાં દર્દીઓની સેવા આપી રહ્યા છે. એક પણ રજા વગર અવિરત કામગીરી બજાવી રહ્યા છે. નજીકમાં ઘર હોવા છતાં પરિવારથી દૂર રહે છે. ઘરે મમ્મી અને પપ્પાને મળવા માટે રાત્રે 15 મિનિટનો સમય ફાળવે છે , તે પણ ઘર બહાર ઉભો રહીને વાતો કરે છે.

લોકોની ઇમ્યુનિટિ વધારવા દિવસ રાત ઉકાળો બનાવ્યો
બારડોલીના આર્યુવેદિક મેડિકલ ઓફિસર ડો. પ્રીતિબહેન પીયુષભાઈ પટેલ જેઓ કોરોના કાળમાં એક પણ રજા વગર લોકોને આર્યુવેદિક સેવા નિરંતર આપતાં રહ્યાં છે. સવાર અને સાંજ 2 ટાઈમ ઉકાળાનું વિતણર તેમની દીનચર્યા બની ગઈ હતી. કોરોના કાળમાં બારડોલી અને ભામૈયા દ્વારા કુલ 5લાખથી વધુ ડોઝમાં ઉકાળો પીવડાવ્યો છે. ક્વોરોંટાઈન દર્દીઓને જાતે ઉકાળો પહોંચાડ્યો હતો. ઉપરાંત ભામૈયાના મેડિકલ ઓફિસર ડો. પીયુષ પટેલે સતત 8 મહિના એક પણ રજા વગર સેવાઓ આપી હતી. તેમજ 15 દિવસ સ્મીમેરમાં કોવિડ કેર સેન્ટરમાં સેવા આપવા ગયા હતાં. કોરોના ડર વિના અમે બન્ને એ ઓપીડી બંધ રાખ્યા વિના 35000 થી વધુ દર્દીની સારવાર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો