તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બારડોલીના તાજપોર ગામે નદી વિસ્તારમાં જેસીબીનું કામ ચાલી રહ્યું છે. જે દરમિયાન જેસીબીના ચાલકે 4 દીપડા જોવા મળ્યા હતાં. જે અંગે વનવિભાગને જાણ થતાં પાંજરુ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. બારડોલી તાલુકાના તાજપોર બુજરંગ ગામે મિઢોંળા નદીના કિનારે આવેલ ગૌચર વિસ્તારની બાજુમાં નદી વિસ્તાર પાસે રાત્રે જમીન પર જે.સી.બીથી લેવલિંગ નું કામ ચાલતું હોય. રાત્રીના સમયે જેસીબી ચાલકને આઠથી નવ વાગ્યાના સમય દરમિયાન જેસીબી ચાલકને ખેતરમાં ચાર દિપડા જોવા મળ્યા હતા. દિપડા જોવા મળતાં જ જેસીબી ચાલકે દિપડાનો વીડીઓ પોતાના મોબાઈલમાં લીધો હતો.
જે અંગેની જાણ ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટને કરવાની સાથે પાંજરા મુકવા માટે વનવિભાગને જાણ કરી છે. અગાઉ આ વિસ્તારમાંથી દીપડાએ બકરીનો શિકાર કર્યો હતો. ગુરુવારના રોજ સ્થળ નિરીક્ષણ કરવા ગયેલા એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખે સાંજે 5.00 વાગ્યાના અરસામાં ત્રણ દીપડા નજરે પડ્યા હતાં. આ દરમિયાન દીપડાનો ફોટો કેમેરામાં ક્લીક થયો હતો.
દીપડી 3 બચ્ચાં સાથે અહીં રહેતી હોવાની શક્યતા
તાજપોર, વૈજનાથ વાળો વિસ્તાર બહું મોટો છે દિપડા ને રહેવા,ખાવા અને પાણી પીવા માટે અનુકૂળ જગ્યા છે એટલે દિપડાઓ એ ધણા સમયથી એ વિસ્તારમાં વસવાટ કર્યો છે. જંગલ અને ખેતર વિસ્તારમાં પુરતો ખોરાક મળી રહેવાથી દિપડા પાંજરે પુરાતા નથી. પરમ દિવસે જે ચાર દિપડા જોવા મળ્યા છે એમાંથી એક માદા દિપડી અને ત્રણ બચ્ચા હોય કારણકે જતીન રાઠોડે એક મહિના પહેલાં આ જગ્યા ને સર્વે કરી હતી ત્યાર માદા દિપડી અને ત્રણ બચ્ચા ના પગમાર્ક જોવા મળ્યા હતા. > જતીન રાઠોડ, એનિલ વેલ્ફેર ટ્રસ્ટ, પ્રમુખ
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.