કાર્યવાહી:બારડોલીની 4 હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા ન કરતા નળ,ગટર કનેક્શન કપાયા

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ હોસ્પિટલના કનેક્શન કાપવામાં આવ્યા, ગેલેક્ષી હોસ્પિટલ - Divya Bhaskar
આ હોસ્પિટલના કનેક્શન કાપવામાં આવ્યા, ગેલેક્ષી હોસ્પિટલ
  • સમયસર ફાયર સુવિધા કરવામાં નિષ્ફળ રહે તો પાલિકા સિલ મારવાની કાર્યવાહી કરશે

બારડોલી નગરમાં આવેલી હોસ્પિટલ અને શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા બાબતે વારંવાર જાણ કરવા છતાં સુવિધા કરવામાં નિષ્ફળ રહેતા પાલિકાના ચીફ ઓફિસરે તાત્કાલિક શાળાના ગટર અને પાણીના કનેક્શન કપાવ્યા હતા, જ્યારે મંગળવારે નગરની 4 હોસ્પિટલો ફાયરની સુવિધા પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેતા સીઓએ ફરી સૂચના આપી નળ અને ગટર કનેક્શન કપાવ્યા હતા. સમયસર ફાયર સુવિધા કરવામાં નિષ્ફળ રહે તો સિલ મારવાની પણ કાર્યવાહી થઈ શકે છે. હોસ્પિટલના કનેક્શન કપાતા ફફડાટ ફેલાયો હતો.

આ હોસ્પિટલના કનેક્શન કાપવામાં આવ્યા, શૈશવ હોસ્પિટલનું કનેક્શન કપાયું
આ હોસ્પિટલના કનેક્શન કાપવામાં આવ્યા, શૈશવ હોસ્પિટલનું કનેક્શન કપાયું

કોરોના મહામારીમાં ખાસ કરી હોસ્પિટલોમાં ફાયર સેફટીના અભાવે આગ લાગવાની ઘટનામાં દર્દીઓ જીવતા ભડથું થયા હતા. આવી ઘટના બનતા સરકારે દરેક હોસ્પિટલ, શાળાઓ સહિતમાં તાત્કાલિક ફાયર સુવિધા ઉભી કરવા સૂચના આપવામાં આવી હતી. બારડોલી નગરની હોસ્પિટલો અને શાળાઓને પાલિકાના ચીફ ઓફિસર કોમલ ધીનૈયાએ ફાયરની સુવિધા ઉભી કરવા માટે મિટિંગ કરી સૂચના આપી હતી અને સમય અવધિ પણ આપી હતી.

સમય અવધિમાં કામ પૂર્ણ નહિ કરી શકતા પહેલા 4 શાળાઓના પાલિકાના સીઓએ ગટર અને પાણીના કનેક્શન કપાવ્યા હતા. હોસ્પિટલના સંચાલકોને પણ ફાયર સેફટીની સુવિધા બાબતે જાણ કરવા છતાં ગંભીરતા નહિ લેતા, આખર મંગળવારે ચીફ ઓફિસરે સવારથી ગટર અને પાણી વિભાગની ટીમને ફાયર સુવિધા નહિ કરનાર હોસ્પિટલના કનેક્શન કપવાની સૂચના આપી હતી. ફાયર સેફટીની સુવિધા કરાયા બાદ જ ફરી જોડાણ પાલિકા કરનાર હોવાનું જાણવા મળેલ છે. વધુમાં કનેક્શન કપાયા પછી પણ ફાયર સેફટીની સુવિધા માટે ગંભીરતા નહિ દાખવે તો, સિલ મારવાની પ્રોસેસ પણ થઈ શકે.

આ હોસ્પિટલના કનેક્શન કાપવામાં આવ્યા
પાલિકાએ પહેલા શૈશવ હોસ્પિટલના ગટર અને નળ કનેક્શન કપાવ્યા હતા. ત્યારબાદ ગાંધીરોડ પર આવેલી ગેલેક્સિ હોસ્પિટલનું પણ નળ અને ગટર કનેક્શન કાપ્યું હતું. બપોર બાદ સરદાર સ્મારક હોસ્પિટલનું ગટર કનેકશન કાપવામાં આવ્યું હતું. નળ કનેક્શન પાલિકાનું લેવામાં આવ્યું નથી. જ્યારે સુરતી ઝાપામાં આવેલી જમના બા હોસ્પિટલમાં પણ પાલિકાનું ગટર કનેક્શન જ ન હતું.

અન્ય સમાચારો પણ છે...