મોબાઈલ ઝૂંટવી બે ઈસમો ફરાર:બારડોલીમાં ધોળે દહાડે વિદ્યાર્થીના હાથમાંથી ફોનની ચીલ ઝડપ; પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

બારડોલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે શાકભાજી માર્કેટમાંથી ધોળે દહાડે વિદ્યાર્થીના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી બે ઈસમો ફરાર થઈ ગયા હતા. મોટર સાઇકલ પર આવેલ બંને ઈસમોએ મોઢા પર રૂમાલ બાંધયો હતો. સમગ્ર મામલે કડોદરા GIDC પોલીસ મથકે ફરિયાદ અપાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઈસમો મોઢા પર રૂમાલ બાંધી આવ્યા
ઘટના બાબતે પ્રાપ્ત થતી માહિતી મુજબ પલસાણા તાલુકાના ચલથાણ ગામની સીમમાં આવેલ શિવસાંઈ રેસિડેન્સીમાં રહેતા ક્રિષ્ણકાંત દેવનારાયણ મિશ્રા કે જેઓ ધોરણ 12માં અભ્યાસ કરે છે. જે વિદ્યાર્થીને તેના પરિવારે રેડમી કંપનીનો મોબાઈલ ફોન અપાવ્યો હતો. સાંજના પાંચ વાગ્યાના સમયે વિદ્યાર્થી સ્કૂલમાંથી રિક્ષામાં પરત આવી ચલથાણ શાકભાજી માર્કેટમાં ઉતર્યો હતો અને રેલ્વે સ્ટેશન તરફ પોતાના ઘરે જતા સમયે ફોન ઉપર વાત કરી રહ્યો હતો. આ દરમ્યાન પાછળથી મોટર સાઈકલ પર બે અજાણ્યા ઈસમો પોતાના મોઢા પર રૂમાલ બાંધી આવ્યા હતા અને વિદ્યાર્થીના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થઈ ગયા હતાં.

અજાણ્યા બંને યુવાન વિરૂધ્ધ ગુનો દાખલ
વિદ્યાર્થીએ બોમાબૂમ કરી હતી પરંતુ મોટરહ સાઈકલ સવાર બંને યુવાનો પાટીચાલ, વાંકાનેડા ડાભાથી કરણ ગામ તરફ આવેલ મિલો તરફ ભાગી ગયેલ હતા. સમગ્ર મામલે વિદ્યાર્થીએ ઘરે જઈ જાણ કરતા પરિવારે કડોદરા GIDC પોલીસ મથકે જઈ ફરિયાદ આપી હતી. પોલીસે ચિલઝડપ કરનાર અજાણ્યા બંને યુવાન વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...