કામગીરી:છાણના ઢગલાં 2 દિવસમાં ન ખસેડતા, બારડોલીમાં શાસકોએ પોલીસ સાથે રાખી રસ્તો સાફ કરાવ્યો

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોમવારે પાલિકાની ટીમ ફરી ઢગલા ખસેડયાં. - Divya Bhaskar
સોમવારે પાલિકાની ટીમ ફરી ઢગલા ખસેડયાં.
  • બારડોલીમાં માર્ગ પરથી 18 ટ્રેક્ટર ભરી ડમ્પિંગ સાઇટ પર ગયા

બારડોલી નગરના અટલ બિહારી બાજપાઇ માર્ગ પર ચોમાસુ સિઝનથી છાણના ઢગલા આવી જતા ગંદકી થઈ હતી, આરોગ્ય સમિતિના ચેરમેને ઢગલા ખસેડવા બાબતે જાણ કરવા છતાં કાર્યવાહી કરી ન હતી. આખર શાસકોએ પોલીસ બંદોબસ્ત સાથે, જેસીબી લઈ ઢગલા ખસેડવા ગયા હતા, જેમાં 2 દિવસની સમય અવધિ પશુપાલકોએ માંગણી કરી હતી. જે સમય અવધિમાં પણ નહીં ખસેડતા આખર શાસકો એ ે છાણના ઢગલા ખસેડવાની કામગીરી કરી હતી. જેમાં 18 જેટલા ટ્રેક્ટર ભરીને છાણ ડમ્પિંગ સાઈડ પર લઈ જવાયા હતા.

બારડોલી વોર્ડ નં. 3માં એમ. એન. પાર્કથી અટલ બિહારી બાજપાઇ માર્ગ પર પશુપાલકોના ઘરો આવેલ છે. જે વસાહતની માર્ગ તરફ કમ્પાઉન્ડ વોલ બનાવી હતી. પાલિકાએ દીવાલ બનાવવા પાછળ છાણના ઢગલા વારંવાર માર્ગ પર આવી જવાથી હાલાકી થતી હતી. વધુમાં ગંદકી પણ થતી હતી. જેથી વોલ બનાવી હતી. આ વોલ ચોમાસુ સિઝનમાં તૂટી હતી, પરિણામે છાણના ઢગલા રસ્તા પર આવતા ગંદકીની ફરિયાદો નગરજનોમાં ઉઠી હતી. રસ્તા પર દબાણ પણ થયું હતું. છતાં પાલિકાના સાશકોની ઊંઘ ઊડી ન હતી.

તાજેતરમાં લોકોની ફરિયાદ વધવા સાથે છાણના ઢગલો રસ્તા પર ડિવાઈડરને અડવાની તૈયારીમાં હોય, વોર્ડના સભ્ય અને બાંધકામ ચેરમેન જેનિષ ભંડારી સહિત આગેવાનો શનિવારે છાણના ઢગલા જેસીબીથી ખસેડવાની કામગીરી હાથ ધરી હત. જેસીબીથી કામગીરી શરૂ કરતાં, પશુપાલકોએ 2 દિવસની મહોલત માંગી હતી. સમય અવધીમાં છાણના ઢગલાઓ રસ્તા પરથી ખસેડી નહિ શકતા, સોમવારે ફરી પાલિકાના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ચૌહાણ, બાંધકામ અધ્યક્ષ જેનિષ ભંડારી સહિતના પદાધિકારી પોલીસ બંદોબસ્ત સાથે છાણના ઢગલા ખસેડવાનું શરૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...