જેનરીક દવાનો લાભ લેવા અપીલ:બારડોલીમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા સૂચિત આયુષ્યમાન કાર્ડ વિતરણ યોજના કાર્યક્રમને વેગ આપતા બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાન મંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગતનાં આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો સહિત લાભાર્થીઓનું સ્વાગત કરી બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાની રૂપરેખાઓ દર્શાવી હતી. સમારોહનાં અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વસાવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી પંકજ ફણસીયા, ડો.પંકજ ગામીત, બારડોલી પ્રાંત અધિકારી સ્મિત લોઢા, મામલતદાર પ્રતીક પટેલ તથા અન્ય અધિકારીઓ તેમજ આગેવાનોની ઉપસ્થિતિમાં તમામનું ઔષધિઓ છોડોથી સ્વાગત કરાયું હતું.

સમારોહના અધ્યક્ષ પદેથી ઉદભોધન કરતા ભાવેશ પટેલે 23 સપ્ટેમ્બર 2018નાં વર્ષથી ગુજરાત રાજ્યમાં શરુ થયેલી મા અમૃતમ કાર્ડ યોજના ભાજપના વરિષ્ઠ નેતા પુરષોતમ રૂપાલાની દેન હોવાનું જણાવ્યું હતું. આર્થીક ભારણનાં લીધે અટકતી સારવારને લઈ નરેન્દ્ર મોદી દ્વારા આ યોજના શરૂ કરાઇ હતી. રૂપિયા 5 લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો માટે કુલ 2711 બીમારીઓની વિના મૂલ્યે સારવાર અપાઈ છે. ત્યારે બારડોલીની અન્ય હોસ્પિટલોમાં પણ ટુક સમયમાં આયુષ્યમાન કાર્ડની સુવિધા ચાલુ કરાશે.

અત્યાર સુધીમાં બારડોલીમાં 63,903 તથા મહુવામાં 63,743 કાર્ડ બનાવ્યા હોવાનું જણાવી અત્યાર સુધીમાં 4.71 લાખ લાભાર્થીઓએ યોજનાનો લાભ લીધો છે. સુરત જિલ્લામાં કોવિડ બીમારી સમયે માલિબા કેમ્પસમાં જિલ્લા પંચાયત હસ્તક કોવિડ સેન્ટર, મફત વેકસીન સુવિધા, ઓક્સિજન જેવી સગવડોમાં ગુજરાત અગ્રેસર રહેતા સૌથી આશીર્વાદ સ્વરૂપ 108 સુવિધા ભૂલવી ન જોઈએ.તેમણે જેનરીક દવાનો લાભ લેવા આગ્રહ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...