પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ:બારડોલી તાલુકામાં લગ્નની લાલચ આપી તરૂણીને ગર્ભવતી બનાવાઇ

બારડોલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉવા ગામના યુવક સામે પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ

બારડોલી બાજીપૂરા હાઇવે પર આવેલા એક ગામની 16 વર્ષીય સગીરાને યુવકે લગ્નની લાલચે ગર્ભવતી બનાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બારડોલી તાલુકાના એક ગામમાં રહેતી શ્રમિક પરિવાર ની એક સોળ વર્ષીય સગીર દીકરી ને બારડોલી ના ઉવા ગામ ખાતે રહેતાં વિકાસ મુકેશભાઇ હળપતિ (20) સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા.

વિકાસે સગીરા એવી મનીષા રાઠોડ (નામ બદલ્યું છે) ને હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી તેનું શારીરીક શોષણ પણ કર્યું હતું.પહેલી જૂન 2019 થી પહેલી જૂન 2022 ના સમયગાળા દરમિયાન વિકાસ હળપતિ ઘણી વખત મનીષા ના ઘરે પહોંચી જતો હતો અને ઘણી વખત તેને પોતાના ઘરે લઈ ગયા બાદ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ પણ બાંધ્યા હતાં.

આ સંબંધો ના પરિણામે મનીષા ગર્ભવતી બની હતી જેની શારીરીક તપાસ માટે હોસ્પિટલ માં લઈ જવામાં આવી હતી ત્યારે ફરજ પર ના ડૉકટરે પોલીસ ને જાણ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બારડોલી ગ્રામ્ય પોલીસ મથકે ભોગ બનનાર સગીરાના દાદી એ આરોપી વિશાલ મુકેશ હળપતિ રહે.ઉવા ગામ તા.બારડોલી સામે પોસ્કો એક્ટ મુજબ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...