સર્વે:બારડોલી તાલુકામાં 50થી ઓછી ઉંમર ધરાવતા 1381 લોકોને ગંભીર બીમારી

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 38727 ઘરોમાં સર્વે સાથે બારડોલી તાલુકામાં કામગીરી 82 ટકા સંપન્ન

બારડોલીમાં આરોગ્ય વિભાગ દ્વારા 50 વર્ષથી વધુ અને ગંભીર બીમારી વાળા 50 વર્ષથી ઓછી ઉમરના લોકોનું 4 દિવસમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં 82% સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સર્વેની ટીમે તાલુકો અને નગર મળી કુલ 38,727 ઘરોમાં સર્વે હાથ ધરવામાં આવ્યું છે. બાકીની કામગીરી પણ એક દિવસની સમય અવધિમાં પૂર્ણ કરવાની તૈયારી હોવાનું જાણવા મળેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનના સ્ટોરેજ માટે રેફરીજરેશનની તૈયારીઓની ચકાસણી બાદ હવે લોકોનું સર્વે કામગીરી હાથ ધરાઇ છે.

જેમાં બારડોલી તાલુકામાં 137 અને નગરમાં 46 ટીમ સર્વેની કામગીરી 4 દિવસમાં પૂર્ણ કરવા જણાવવામાં આવી હતી. જેમાં સર્વેના છેલ્લા દિવસે સાંજે 4 વાગ્યા સુધીમાં બારડોલી તાલુકો તેમજ નગરમાં 82% સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે. સાંજે 6 વાગ્યા સુધીમાં વધવાની શક્યતા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તાલુકાનાં મોટા ગામો તેમજ નગરના અમુક વિસ્તારોમાં સર્વે કામગીરી વરસાદી માવઠાને લીધે ધીમી થવાથી સોમવારે પણ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કામગીરી ચાલુ રખાશે.

32,998 લોકો 50થી વધુની ઉમરના
બારડોલી નગર તેમજ તાલુકાનાં ગામડાઓ મળી 38,727 ઘરોમાં લોકોના કરાયેલા 82% સર્વેમાં 50 વર્ષથી વધુ ઉમરના 32,998 લોકો તેમજ 50 વર્ષથી ઓછા અને જૂની ગંભીર બીમારી વાળા 1381 લોકો રવિવારે સાંજે 4 વાગ્યા સુધીના બારડોલીના સરવેમાં નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...