• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bardoli
  • In Bardoli, Shreeji's Statue Will Be Dismantled In His Lake, But The Route Has Been 'changed' To Keep The Years old Disintegration Pilgrimage Tradition Alive.

નિર્ણય:બારડોલીમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન તો તેનના તળાવમાં જ થશે, પણ વર્ષો જુની વિસર્જન યાત્રાની પરંપરાને યથાવત રાખવા માટે ‘રૂટ બદલાયો’

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રૂટ અંગેની બેઠક - Divya Bhaskar
રૂટ અંગેની બેઠક
  • શુક્રવારે મળેલી તંત્રની બેઠકમાં લેવાયો નિર્ણય
  • હવે વિસર્જન યાત્રા રેલવેસ્ટેશન ચોકડીથી નીકળી લીમડા ચોક આવશે, બાદમાં તેન તળાવમાં પહોંચશે

બારડોલી નગરમાં વર્ષોથી નીકળતી ગણેશ વિસર્જનયાત્રાનો રૂટ બદલાતા, અલગ અલગ સંગઠનોએ વિરોધ વ્યક્ત કરી અસલ રૂટ પરથી જ કાઢવાની માંગ ઉઠી હતી. આખર શુક્રવારે બારડોલી ધારાસભ્યની આગેવાનીમાં વહીવટીતંત્રની બેઠક મળી હતી. જેમાં લોકોની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખી, આ રૂટ સાથે ધાર્મિક આસ્થા જોડાયેલી હોય, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, અને શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સમમ્પન કરવા અધિકારીઓએ બનાવેલ નવા 2 રૂટને રદ કરી, વર્ષો જૂનો રૂટ પર ગણેશ વિસર્જન યાત્રા કાઢવાની મંજૂરી આપી દેતા, ગણેશ મંડળોમાં અનોખો ઉત્સાહ છવાયો હતો.

જોકે, વિસર્જન તેન ગામના તળાવમાં જ કરવામાં આવનાર છે. મળતી વિગતો મુજબ બારડોલી નગરમાં વર્ષોથી ગણેશ વિસર્જનયાત્રા રેલવે સ્ટેશન ચારરસ્તાથી શરૂ થઈ ગૌરવપથ પર દિવસ દરમીયાન નાચગાન સાથે લીમડાચોક નીકળતી હતી. પરંતુ વહીવટીતંત્રે ગણેશ વિસર્જન તેન ગામના તળાવમાં કરવાનું નક્કી કર્યું હતું. જેથી ગણેશ મંડળીને શોભાયાત્રા માટે રૂટમાં ફેરફાર કર્યો હતો. સ્વરાજ આશ્રમથી નીકળી સ્ટેશન રસ્તાથી તેન ગામના તળાવમાં લઈ જવા તેમજ બીજો રૂટ લીમદાચોક વિસ્તારના ગણેશની સુરતિજકાત નાકા થઈ, કડોદરા બારડોલી રોડ થઈ તેન કેનાલ રોડ થઈ તળાવ લઈ જવાનો રૂટ જાહરે કર્યો હતો.

જે રૂટથી નગરના વિવિધ હિન્દૂ સંગઠનો અને ગણેશ મંડળોનો વિરોધના શૂર ઉઠ્યા હતા, અને રજૂઆતના દોર પણ શરૂ થયા હતા. છતાં વહીવટીતંત્ર મક્કમ રહ્યું હતું. આખર શુક્રવારે બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની આગેવાનીમાં વહીવટીતંત્રના અધિકારી સાથે બેઠક થઈ હતી.

જેમાં લોકોની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખી અલગ અલગ સંગઠનોની રજૂઆતને ધ્યાનમાં રાખી બારડોલી પ્રાંત, મામલતદાર અને પોલીસ અધિકારીઓએ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, શાંતિ પૂર્ણ માહોલમાં વિસર્જન થાય, લોકોની રૂટ સાથે ધાર્મિક આસ્થા જોડાયલ હોવાથી વહીવટીતંત્રએ રૂટ બાબતે શરણાગતિ સ્વીકારી અગાઉના બનાવેલ રૂટને રદ કરી, વર્ષોથી ચાલી આવતો રૂટ મુજબ ગૌરવપથ પર જ વિસર્જનયાત્રા કાઢવાની મંજૂરી આપી છે. પરંતુ લીમદાચોકથી ગણેશ વિસર્જન માટે તેન તળાવમાં જ લઈ જવાનું નક્કી થયું હતું.

અન્ય સમાચારો પણ છે...