તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Bardoli
 • In Bardoli Municipality, When The Candidates Win With An Average Margin Of 500 To 700, The New 5191 Voters Will Be The King Makers In This Election.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા પોલિટિક્સ મહાસંગ્રામ 2021:બારડોલી પાલિકામાં એવરેજ 500થી 700ની સરસાઈથી ઉમેદવારો જીતે છે ત્યારે આ ચૂંટણીમાં નવા 5191 મતદારો કિંગ મેકર બનશે

બારડોલી25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ દીઠ વધેલા 575 મતદારોનો મત નિર્ણાયક સાબિત થશે

બારડોલી નગરપાલિકાના 9 વોર્ડમાં ગત ચૂંટણીની સરખામણીએ તાજેતરમાં 5191 મતદારોનો વધારો થયો છે. જે આગામી ચૂંટણીમાં કિંગમેકર સાબિત થઈ શકે છે. જેનું કારણ વોર્ડની બેઠકોની હારજીતનો તફાવત એવરેજ 500 થી 700 મતનો રહેતો હોય છે. ત્યારે વોર્ડમાં એવરેજ 575નો વધારો થયો હોય, આ નવા મતદારો ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થશે. જેથી રાજકીયપક્ષ માટે પોતાની તરફ ખેંચવા પડકારરૂપ સાબિત થશે. વર્ષ 2015ની ચૂંટણીમાં 45329 મતદારો હતા, હાલ 50520 મતદારો નોંધાયા છે.

જેથી 5000થી વધુ મતદારોનો ઉમેરો થયો છે. સૌથી વધુ મતદારો વોર્ડ નં. 6માં 1658 મતદારોનો વધારો નોંધાયો છે. સૌથી ઓછા વોર્ડ નં. 5માં 135 મતદારોનો વધારો થયો છે. 9 વોર્ડમાં એવરેજ 575 મતદારોનો વધારો હોય, નવા મતદારો પરિણામ બદલી શકે. જેથી રાજકીય અને અપક્ષ માટે નવા મતદારને રીઝવવા એડીચોટીનું જોર લગાવવા મક્કમ બનવુ પડશે. ભાજપ, કોંગ્રેસ , અપક્ષ સહિત વધારાના નવા મતદારોને પોતાના તરફ ફેરવવાનો પ્રથમ પ્રયાસ હશે.

વોર્ડ મુજબ વધેલા મતદારો

વોર્ડ20152021વધારો
155585973415
263077103796
338694514645
447615074313
549635098135
6511167691658
748635270407
846615084423
952365635399
કુલ45,32950,5205,191

ગત ચૂંટણીમાં 6 વોર્ડમાં 70 ટકાથી વધુ મતદાન થયું હતું
બારડોલી નગરપાલિકાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન વોર્ડ નં.7માં 76.75 ટકા મતદાન થયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નં. 1માં 62.44 ટકા મતદાન થયું હતું. વોર્ડ નં. 3, 4, 5, 7, 8 અને 9માં 70 ટકાથી વધુ મતદાન જ્યારે વોર્ડ નં. 1, 2 અને 6માં 60 ટકાથી વધુ મતદાન થયું હતું. નગરમાં પુરુષ મતદારો 64 ટકાથી 78 ટકા, જ્યારે મહિલાઓ 59 ટકાથી 69 ટકા મતદાન કર્યું હતું.

2015માં થયેલું મતદાન

વોર્ડથયેલ મતદાનટકા
1331562.44
2393763
3261468.27
4329569.96
5320867.92
6323262.61
7366176.75
8323869.89
9359969.9
કુ30,07967.59

​​​​​​​

​​​​​​​ઉમેદવારોની ખર્ચ મર્યાદા જાહેર કરવામાં આવી
સ્થાનિક સ્વરાજની ચૂટણીમાં ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી કરી ચૂટણી ખર્ચના હિસાબો રજૂ કરવા જાહેરમાનું પ્રસિધ્ધ કરાયું છે. જેની ખર્ચ મર્યાદામાં 9 વોર્ડ થી વધુ વોર્ડ ધરાવતી નગર પાલિકાઓમાં દરેક ઉમેદવાર 2,25,000 રૂપિયા તથા 9 વોર્ડ સુધીની નગરપાલિકાના દરેક ઉમેદવાર 1,50,000 રૂપિયાની મર્યાદામાં દરેક ઉમેદવાર ચૂટણી પ્રચાર માટે ખર્ચ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો