તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની યાદી જાહેર:બારડોલી નગર પાલિકામાં પૂર્વ પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત 19ની ટિકિટ કપાઈ, માત્ર 5 રિપિટ

બારડોલી18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુરત જિલ્લા-તાલુકા પંચાયત અને 4 પાલિકાની ભાજપની યાદી જાહેર
 • 5 સીટીંગ સભ્ય અને કોંગ્રેસમાંથી આવેલા 2 સભ્ય રિપિટ કરાયા, અન્ય 29 નવા ચહેરા

બારડોલી નગરપાલિકાની 9 વોર્ડની 36 બેઠકની ટીકીટ બાબતે ગત મંગળવારે રાત્રે જ વાત લીક થઈ હતી. ગત ચૂંટણીમાં ભાજપના ફાળે આવેલી 26માંથી પૂર્વ પાલિકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિતની ટીકીટ સહિત 19ની ટિકિટ કપાઈ હતી જ્યારે 2 સિટિંગ સભ્યોએ દાવેદારી ન કરી હતી, કુલ મળી માત્ર 5 સીટીંગ સભ્ય રિપીટ કરાયાં હોવાની જાણ થતાં જ નારાજગીનો દોર શરૂ થયો હતો.

કારોબારી અધ્યક્ષ રાજેશ પટેલની ટીકીટ કપાતા જ સમાજના યુવકોએ ભેગા થઈ ચર્ચા કરી હ્તી, અને બુધવારે જિલ્લા ભાજપ પ્રમુખને રજુઆત કરી હતી. પરંતુ પ્રમુખ સંદીપ દેસાઈએ ઉપરથી નિર્ણય લેવાયો હોવાનું જણાવતા કાછીયા સમાજના યુવકો નારાજ થયા હતા. બીજી તરફ મોડી સાંજે ભાજપે પાલિકાની 36 બેઠકોની યાદી જાહેર કરતા નારાજગીમાં વધુ ઘી હોમાયું હતું.

બારડોલી નગરપાલિકાની 36 બેઠક માટે ભાજપમાંથી કોને ટીકીટ મળશે ? કોણ કપાશે ? કોણ રિપીટ થશે ? જેવા સતત ચર્ચાતા પ્રશ્નનો મોડી સાંજે અંત આવ્યો હતો. પાલિકાના પૂર્વ પ્રમુખ ગણેશ ચૌધરી સહિત મોટા ગજાના દાવેદાર અને સીટીંગ સભ્યો કપાઈ ગયા હતા. માત્ર 2 પુરુષ અને 3 મહિલા મળી 5 સીટીંગ સભ્યને જ રિપીટ કરવામાં આવ્યા હતા.

જ્યારે પાલિકામાં કોગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા બાદ પક્ષ પલ્ટો કરી ભાજપ માં જોડાયેલ 2 સીટીંગ સભ્યને પણ ભાજપે ટીકીટ આપી હતી. ભાજપના રિપીટ થયેલ સભ્યમાં વોર્ડ નં. 2માંથી નીતિનભાઈ શાહ અને ફાલ્ગુનીબેન દેસાઈ, વોર્ડ નં.7માં રશ્મિબેન દતુભાઈ ભટ્ટ અને વોર્ડ નં. 8માં પરેશભાઈ પટેલ અને નીતાબેન ખત્રી રિપીટ થતા બીજી ટર્મ માટે ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસમાં ચૂંટાઈને આવ્યા બાદ ભાજપમાં જોડાયેલ વોર્ડ નં.6ના કાલુ કરીમ શાહ અને વોર્ડ નં. 9 ના શૈલેષભાઇ ગામીતને ટીકીટ આપી છે. જોકે બારડોલી નગરપાલિકામાં વય મર્યાદા, પદાધિકારીઓના સગાવાદ અને 3 ટર્મથી ચૂંટણી લડનારને ટીકીટ નહીની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવ્યું હોવાનું જણાવે છે.

બારડોલી નગર પાલિકાના વિવિધ વોર્ડ મુજબ ભાજપના ઉમેદવારો

વોર્ડ નં. 1
1) શોભનાબેેન ધનસુખભાઈ પટેલ
2) વિજયાબહેન બાલકૃષ્ણ પાટીલ
3) જિગ્નેશભાઈ દિપકભાઈ રાઠોડ
4) દક્ષેશ દેવેન્દ્રકુમાર શેઠ

વોર્ડ નં. 2
1) ફાલ્ગુનીબહેન રાજેન્દ્ર દેસાઈ
2) મંજુબહેન સેતાનસિંગ પુરોહિત
3) નીતિનભાઈ હિરાલાલ શાહ
4) ધર્મેશભાઈ ધનસુખભાઈ પટેલ

વોર્ડ નં. 3
1) રીનાબહેન નીતિનભાઈ ચૌધરી
2) કેજલ સુધીરભાઈ વ્યાસ
3) જૈનિષભાઈ ઈશ્વરભાઈ ભંડારી
4) હિતેશભાઈ હસમુખભાઈ પારેખ

વોર્ડ નં. 4
1) ચંદ્રીકા નિલેશ પટેલ
2) અમીતાબહેન હિતેશભાઈ પટેલ
3) મનીષભાઈ જમનાદાસ ભાવસાર
4) જગદીશભાઈ માયારામ પાટીલ

વોર્ડ નં. 5
1) ટીનાબહેન બીપીનભાઈ રાઠોડ
2) સરોજબહેન જયેશભાઈ પટેલ
3) રાજેશભાઈ સુભાષભાઈ ભંડારી
4) મહેન્દ્રસિંહ હઠેસિંહ ચૌહાણ

વોર્ડ નં. 6
1) ફેડમીડા યુસુફ મમુજી
2) તનવીરા એહતેસામ કાઝી
3) કાલુ કરીમ શાહ
4) સોયેલ સલીમ પટેલ

વોર્ડ નં. 7
1) રિંકલ ધર્મેશભાઈ ભંડારી
2) રશ્મીબહેન દત્તુકુમાર ભટ્ટ
3) કિશોરભાઈ મંગાભાઈ ચૌધરી
4) વિજયભાઈ નાનુભાઈ પટેલ

વોર્ડ નં. 8
1) સરલાબહેન સુરેશભાઈ રાઠોડ
2) મીતાબહેન દિલીપભાઈ ખત્રી
3) પિયુષભાઈ મહેશભાઈ ચૌધરી
4) પરેશભાઈ ભગુભાઈ પટેલ

વોર્ડ નં. 9
1) કોકીલાબેન મનોજભાઈ હળપતિ
2) નિલમબહેન દેવલભાઈ વ્યાસ
3) શૈલેશભાઈ બચુભાઈ ગામીત
4) નિમેષ ચીમનલાલ શાહ

ગત ચૂંટણી અપક્ષમાંથી લડનારને ટીકીટ અપાઇ
વર્ષ 2015ની ચૂંટણીમાં વોર્ડ નં. 7માં અપક્ષમાંથી ચૂંટણી લડનાર કિશોરભાઈ ચૌધરીને ભાજપે ટીકીટ આપતા વોર્ડના ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી ફેલાઈ હોવાનું જાણવા મળેલ છે.

60 વર્ષની વય મર્યાદાએ અનેકના સ્વપ્ન રોળ્યાં
ભાજપના 60 વર્ષની વયે મર્યાદાની ગાઈડ લાઈનના કારણે દાવેદારી કરેલ 10 ઇચ્છુંકોનું ચૂંટણી લડવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું છે. જેના કારણે અમુક અન્ય કે અપક્ષમાં ઉમેદવારી કરી શકે.

પાલિકાના 7 જેટલા સીટીંગ જુનાજોગીઓ કપાયા
વર્ષાબેન ભંડારી, ભીમસિંગ પુરોહિત, ઉદેસિંગ સેંગાર,ઉષાબેન ચૌધરી પન્નાબેન દેસાઈ, હિરેનભાઈ ટાંક, નટુ રાઠોડ સહિત સભ્ય તરીકે સેવા બજાવેલ 7 જેટલા સભ્ય કપાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો